Team Chabuk-National Desk: એક તરફ જ્યાં પેટ્રોલ, ડિઝલ, ગેસ અને તેલના ભાવ આકાશે આંબી રહ્યા છે. એવામાં રોજિંદા કામમાં આવતી દિવાસળીના બોક્સની કિંમત પણ 14 વર્ષ બાદ વધવા જઈ રહી છે. એક રૂપિયામાં મળનારું માચિસનું બોક્સ હવે બે રૂપિયામાં મળશે. નવી કિંમત એક ડિસેમ્બરથી લાગુ થશે. પાંચ પ્રમુખ માચિસ ઉદ્યોગની નિકાસ કરનારા પ્રતિનિધિઓની સર્વસંમતિથી, 1 ડિસેમ્બરથી માચિસના બોક્સની કિંમત એક રૂપિયાથી બે રૂપિયા થઈ જશે.
છેલ્લે 2007ની સાલમાં દિવાસળીના બોક્સના ભાવ 50 પૈસામાંથી એક રૂપિયો કરવામાં આવ્યા હતા. ગુરૂવારના રોજ શિવકાશીમાં ઓલ ઈન્ડિયા ચેમ્બર ઓફ માચિસની બેઠક મળી હતી, જ્યાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દિવાસળી બનાવનારી કંપનીઓએ કહ્યું કે, દિવાસળી બનાવવા માટે દસથી વધારે કાચા માલની આવશ્યકતા હોય છે. પણ કાચા માલની કિંમતમાં ઘણી વૃદ્ધિ થઈ ગઈ છે. જેને હવે વર્તમાન કિંમતમાં વેચવી એ શક્ય નથી.
નિર્માતાઓએ કહ્યું કે, એક કિલોગ્રામ લાલ ફોસ્ફરસ 425 રૂપિયાથી વધીને 810 રૂપિયા, મીણબતી 58 રૂપિયાથી વધીને 80 રૂપિયા, બહારનું બોક્સ બોર્ડ 36 રૂપિયાથી વધીને 55 રૂપિયા અને અંદરનું બોક્સબોર્ડ 32 રૂપિયાથી વધીને 58 સુધી પહોંચી ગયું છે. કાગળના રિપ્લન્ટસની કિંમત, પોટેશિયમ ક્લોરેટ અને સલ્ફરના ભાવમાં પણ દસ ટકા વૃદ્ધિ થઈ ગઈ છે. ડીઝલના વધતા ભાવે પણ દિવાસળીના ઉદ્યોગ પર અસર પાડી છે.
તમિલનાડુમાં આ ઉદ્યોગથી સાથે ચાર લાખથી વધારે લોકો સંકળાયેલા છે. આ કર્મચારીઓમાં 90 ટકા મહિલાઓનો સમાવેશ થાય છે. દિવાસળીની કિંમત વધ્યા બાદ કર્મચારીઓને વધારે વેતન મળશે તેવી પણ આશા સેવવામાં આવી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત