Homeગામનાં ચોરેશાહરૂખ ખાલી ભાજપમાં સામેલ થઈ જાય એટલે આ લોકો ડ્રગ્સને ખાંડ કરી...

શાહરૂખ ખાલી ભાજપમાં સામેલ થઈ જાય એટલે આ લોકો ડ્રગ્સને ખાંડ કરી નાખશે: છગન ભુજબળ

Team Chabuk-National Desk: મહારાષ્ટ્રના નેતા છગન ભુજબળને શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડમાં, ભાજપ ઉપર પ્રહાર કરવાના કારણો મળી ગયા છે. તેમણે ભાજપ ઉપર બરાબરની નિવેદનબાજી કરી હતી. એનસીપી નેતાએ ભાજપની બેધારી નીતિ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન ભાજપમાં સામેલ થઈ જાય તો ડ્રગ્સને ખાંડ માની લેવામાં આવશે.

છગન ભુજબળે કહ્યું કે, ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર 3000 કિલોગ્રામ હેરોઈન જપ્ત થયું હતું. પણ તેની તપાસ નથી થઈ રહી. એનસીબી શાહરૂખની પાછળ પડી છે. પણ જો આ જ શાહરૂખ ભાજપમાં સામેલ થઈ જાય, તો ડ્રગ્સને પણ ખાંડ માની લેવામાં આવશે. એનસીપી સતત ક્રૂઝકાંડ પ્રકરણમાં ભાજપ અને નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો પર નિશાનો સાધી રહી છે. અગાઉ શિવસેના પણ આર્યન ખાનના મામલે ઉચ્ચ ન્યાયાલયમાં પહોંચી હતી.

છગન ભુજબળ પહેલા એનસીપીના નેતા નવાબ મલિકે એનસીબીની વિરૂદ્ધ આક્ષેપોની લાઈન લગાવી દીધી હતી. તેમણે શરૂઆતથી જ કહ્યું કે, આ આખો કાંડ નકલી છે. એનસીબીએ ટાર્ગેટ કરીને ક્રૂઝ પર છાપો માર્યો હતો અને 1300માંથી માત્ર 11 લોકોની જ ધરપકડ કરવામાં આવી હતી. જેને પકડ્યા પછી એનસીબી ઓફિસ લાવવામાં આવ્યા અને તેમાં આર્યન, અરબાઝ અને મુનમુન સહિતના આઠ લોકોને પોતાની પાસે રાખતા, બાકીના ત્રણ આરોપીઓને છોડી દેવામાં આવ્યા હતા.

તો બીજી તરફ મલિકે એનસીબીના ઝોનલ હેડ સમીર વાનખેડે પર શાબ્દિક હુમલો કરતા કહ્યું હતું કે, તેઓ કેન્દ્ર સરકારની કઠપૂતળી છે. એ લોકોને ખોટા કેસમાં ફસાવે છે. તેણે વાનખેડેને ધમકી આપતા કહ્યું હતું કે, હું વાનખેડેને પડકાર ફેંકું છું કે તેઓ એક વર્ષની અંદર અંદર પોતાની નોકરી ગુમાવી બેસશે. તમને જેલ મોકલવા સુધી જનતા ચૂપ નથી બેસવાની. નવાબ મલિકે વધુમાં વાનખેડેને સવાલ પૂછ્યો હતો કે, બતાવો આપના પિતા કોણ છે? જે દબાણ લાદી રહ્યા છે. નવાબ મલિક કોઈના બાપથી નથી ડરવાનો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments