Team Chabuk-Gujarat Desk: ગીરના જંગલમાં કેટલાય ધાર્મિક સ્થળો આવેલા છે. કેટલાક સ્થળો એવા છે જ્યાં જવાની મનાઈ છે. તો કેટલાક સ્થળો અમુક ચોક્કસ સમય સુધી જ ભક્તો માટે ખોલવામાં આવે છે. આવું જ એક સ્થળ છે પાતાળેશ્વર મહાદેવ. પાતાળેશ્વર મહાદેવના મંદિરે ભક્તો શિવરાત્રિના સાત દિવસ અને શ્રાવણ મહિના દરમિયાન જ જઈ શકે છે. બાકીના મહિનાઓમાં દર્શનાર્થીઓ માટે જવાની મનાઈ છે.
પાતાળેશ્વર મહાદેવ ગીરમધ્યે બિરાજીત છે. ગીર જંગલનો આ વિસ્તાર નાગરિકો માટે પ્રતિબંધિત હોવાથી વન વિભાગ દ્વારા વર્ષમાં ફક્ત શિવરાત્રિ અને શ્રાવણ માસ દરમિયાન જ અહીં જવા માટે છૂટ આપવામાં આવે છે.
પાતાળેશ્વર સુધી પહોંચવા માટે ઊના તાલુકાના ગીરગઢડા તાલુકાના બાબરિયા ફોરેસ્ટ રેન્જની ચેક પોસ્ટથી જવું પડે છે. બાબરિયા ચેક પોસ્ટ પરથી યાત્રિકોને પાસ આપવામાં આવે છે. ત્યારબાદ ગીરના જંગલની વચ્ચે બનાવેલા કાચા રસ્તા પરથી પાતાળેશ્વર સુધી પહોંચી શકાય છે. ચોમાસુ હોવાથી વનરાજી ખીલી ઉઠી હોય છે. લીલાછમ જંગલના અદભૂત વાતાવરણને માણતા દર્શનાર્થીઓ મહાદેવના શરણે પહોંચે છે.
ગુરુવાર 17 ઓગસ્ટથી દર્શનાર્થીઓ માટે મંદિર સુધી જવાનો રસ્તો ખુલ્લો મુકાયો છે. 16 સપ્ટેમ્બર સુધી શિવભક્તો પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી શકશે. ત્યારબાદ ફરી આ રસ્તો બંધ કરી દેવાશે.

પાતાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભોજન પ્રસાદ તથા ચા-પાણીનું ભાવિકો માટે આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન પાતાલેશ્વર મહાદેવના દર્શનાર્થે ભાવિકો દૂર-દૂરથી આવે છે. મહાદેવનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
