Team Chabuk-Gujarat Desk: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના શાસનકાળ દરમિયાન એક અલગ કારણોસર ચર્ચામાં આવ્યા હતા. અને એ હતું વિમાન. 26 ઓગસ્ટ 2019ના રોજ મંજૂરી આપવામાં આવતા સરકારે આ જાજરમાન એરક્રાફ્ટ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજ્યપાલ તેમજ વીઆઈપી લોકો માટે રૂપિયા 197.90 કરોડના ખર્ચે ખરીદ્યું હતું. એ પછી તારીખ 21 નવેમ્બર 2019ના રોજ આ વિમાન મળ્યું.
હવે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોના જવાબમાં ગુજરાત સરકારે આ વિમાનનો મેઈન્ટનન્સ ખર્ચ લેખિતમાં આપ્યો છે. જવાબ મળ્યો છે કે સરકારે ખરીદેલા નવા વિમાનના મેન્ટેનન્સ માટે ઈન્ડામર એવિએશન પ્રાઈવેટ લિમિટેડ અને ઓપરેશન ખર્ચ માટે રેયમન્ડ લિમિટેડને 19.53 કરોડની ચૂકવણી કરવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા આ પહેલા બીચક્રાફ્ટ સુપરકિંગ- બી-200 નામનું પ્લેન વાપરવામાં આવતું હતું. આ પ્લેનમાં સમસ્યા એ આડે આવતી હતી કે એક તો એ વીસ વર્ષ જૂનું હતું. બીજું કે તેમાં નવ લોકો પ્રવાસ કરી શકતા હોવા છતાં બેસી તો માત્ર ને માત્ર પાંચ જ વ્યક્તિ શકતા હતા. પ્રવાસ પણ કેટલો? આ વિમાન લાંબું અંતર કાપી શકતું નહોતું, તેથી અગવડતા પડતી હતી. પરિણામે નવું વિમાન ખરીદવાની આવશ્યકતા પડી.
જૂનું બ્રીચક્રાફ્ટ વીમાન 2500 કિલોમીટરનું અંતર કાપવું હોય તો પાંચ કલાકનો સમય માગતું હતું. પરંતુ જ્યારે નવું વિમાન ખરીદવામાં આવ્યું ત્યારે એટલું જ અંતર તે ત્રણ કલાકમાં કાપી લે છે. આ ઉપરાંત તેનો ફાયદો એ છે કે 12 લોકોને એક સાથે લઈ હવામાં ઉડાન ભરે છે. 870 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 7000 કિલોમીટરની યાત્રા કરી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત