Team Chabuk-Political Desk: ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધી રહેલા કદથી ભાજપ ચિંતિત હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ગઈકાલે રાત્રે ટ્વીટર પર શિક્ષણના મુદ્દે શાબ્દિક યુદ્ધ જામી પડ્યું હતું. જેમાં દિલ્હી અને ગુજરાતનું શિક્ષણ સામ સામે આવી ગયું. ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીની શાળાઓ અને શિક્ષણને ટાર્ગેટ કરી ધડાધડ ટ્વીટ કરી હતી અને આ ટ્વીટની કોમેન્ટમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જવાબ આપ્યા હતા.
ગઈકાલ રાત્રે ગુજરાત ભાજપે આમ આદમી પાર્ટીના શિક્ષણ મોડલની આલોચના કરતા ટ્વીટ કરી હતી. એમાં એક ટ્વીટ કંઈક એવી હતી કે કેજરીવાલજીના નેતૃત્વમાં શિક્ષકો બેઠાં ધરણા પર…! જેમાં કેજરીવાલની એક તસવીર છે. કોઈ વિદ્યાર્થીના ચહેરા પર અરવિંદ કેજરીવાલનો ચહેરો ફીટ કરી દેવામાં આવ્યો છે અને પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે સ્કૂલની જગ્યાએ શિક્ષકો રોડ પર, દિલ્લીની એજ્યુકેશન સિસ્ટમ આટલી જ સારી હોય તો ગેસ્ટ ટીચર્ચ, વોકેશનલ ટ્રેનર્સ અને આંગણવાડી કાર્યકરો સરકાર વિરુદ્ધ કેમ ધરણા પર બેસી રહ્યાં છે? આ સિવાય પણ અસંખ્ય ટ્વીટનો મારો ચલાવવામાં આવ્યો હતો, જે તમે નીચે જોઈ શકો છો.
👎 કેજરીવાલજીની એજ્યુકેશન સિસ્ટમ ફેલ!
— BJP Gujarat (@BJP4Gujarat) March 23, 2022
👉 જાણો પડદા પાછળનું સત્ય… pic.twitter.com/Gj2Ju3V0Ms
AAP સરકારે 20,000 ગેસ્ટ ટીચર્સને શા માટે છૂટા કર્યાં? pic.twitter.com/lsY8fopz99
— BJP Gujarat (@BJP4Gujarat) March 23, 2022
गेस्ट टीचर्स के नाम पर आपने कई राज्यों में बड़े-बड़े वादे किए लेकिन दिल्ली में 7 साल में एक भी गेस्ट टीचर को न आप परमानेंट कर सके न सैलरी बढाई ऊपर से 20 हजार से ज़्यादा शिक्षकों को आपने नौकरी से निकाला क्यों? https://t.co/eRNrHYaBr2
— BJP Delhi (@BJP4Delhi) March 23, 2022
‘आप’ की सरकार ने सब को ठगा, एक भी बेरोजगार को न भत्ता मिला, न गेस्ट टीचर्स को सैलरी मिली और न आंगनवाडी कर्मचारियों का मानदेय बढ़ा, मतलब प्रचार के अलावा कुछ न कर सके आप? pic.twitter.com/JNqxTwU76U
— BJP Delhi (@BJP4Delhi) March 23, 2022
साल दर साल आपके और शिक्षा मंत्री के पास पहुँचते रहे गेस्ट टीचर्स लेकिन आप सिर्फ राजनीति करने में व्यस्त रहे आज तक? इस शोषण के जिम्मेदार आप हैं केजरीवाल जी। pic.twitter.com/TkYIwZhefi
— BJP Delhi (@BJP4Delhi) March 23, 2022
अगर आपकी बातें और दावे सच हैं तो यही बता दें कि आंगनवाड़ी, गेस्ट टीचर्स, वोकेशनल ट्रेनर्स सब को अपने हक़ के लिए प्रदर्शन क्यों करना पड़ रहा है? आप सफ़ेद झूठ क्यों बोल रहे हैं?https://t.co/7WjtswzHOU
— BJP Delhi (@BJP4Delhi) March 23, 2022
વોકેશનલ ટ્રેનર્સનું શોષણ કરતી કેજરીવાલ સરકાર… pic.twitter.com/FHFjH25AoB
— BJP Gujarat (@BJP4Gujarat) March 23, 2022
ભાજપની આ ટ્વીટ પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જવાબ આપ્યા હતા. હવે એવામાં દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદીયાની ખુલ્લી ચેલેન્જ જીતુભાઈ વાઘાણીને મળી છે. મનીષ સિસોદીયાએ હિન્દીમાં ટ્વીટ કરી લખ્યું હતું કે, ‘કાલથી ગુજરાત ભાજપ દિલ્હીની શાળાઓની વિરુદ્ધ ટ્વીટ કરી રહી છે. ગુજરાતમાં આપના વધી રહેલા પ્રભાવ અને પંજાબ ચૂંટણીના પરિણામોથી તમને ગુસ્સો આવી રહ્યો છે. ભાજપ શિક્ષણની વાત ન કરે તો જ સારું છે. હું ગુજરાતના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીજીને ડિબેટ માટે પડકાર ફેંકુ છું. સ્થળ અને સમય તમારો.’
कल से @BJP4Gujarat दिल्ली स्कूलों के ख़िलाफ़ ट्वीट कर रही है। गुजरात में “आप” के बढ़ते प्रभाव और पंजाब चुनाव नतीजों से आपको बौखलाहट हो रही है
— Manish Sisodia (@msisodia) March 24, 2022
भाजपा शिक्षा की बात ना ही करे तो अच्छा है। मैं गुजरात के शिक्षामंत्री @jitu_vaghani जी को डिबेट के लिए चैलेंज करता हूँ। स्थान व समय आपका https://t.co/wTmInNInjP
જીતુભાઈ વાઘાણીએ દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદીયા તરફથી મળેલી ખુલ્લી ચેલેન્જ વિશે કહ્યું હતું કે, ‘હું કોઈ રાજ્યની સરખામણી ગુજરાત સાથે કરવા નથી માગતો. કેટલાક લોકો સત્તાના મદમાં આવીને નિવેદનો કરતા હોય છે. જે 28 વર્ષથી સત્તામાં હોય તેમની સાથે સરખામણી જ ન કરી શકાય. ગુજરાતની જનતા સચ્ચાઈ જાણે છે.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત