Homeગુર્જર નગરીમેડિકલેમ પોલિસીમાંથી બિલ ચૂકવી દઈશ એવા વિશ્વાસ સાથે આ મહિલાએ એના પુત્રને...

મેડિકલેમ પોલિસીમાંથી બિલ ચૂકવી દઈશ એવા વિશ્વાસ સાથે આ મહિલાએ એના પુત્રને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો, પણ પછી થયું એવું કે….

Team Chabuk-Gujarat Desk: ૧૮૧ અભયમ મહિલા સુરક્ષા હેલ્પ લાઇન વિવિધ રીતે અને વિશિષ્ઠ રીતે મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ ને મદદરૂપ બને છે, એમને સુરક્ષા આપે છે અને એમને માર્ગદર્શન આપે છે. એવી જ એક ઘટનામાં વડોદરા અભયમે એક મુશ્કેલી અને મૂંઝવણમાં મુકાયેલી મહિલાને મદદરૂપ બનીને ફરજ પરસ્તીનો ઉજ્જવળ દાખલો બેસાડ્યો છે.

મેડિકલેમ પોલિસીમાંથી બિલ ચૂકવી દઈશ એવા વિશ્વાસ સાથે આ મહિલાએ એના પુત્રને એક મોટી ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પરંતુ ખરા સમયે ટેકનિકલ વાંધાઓના આધારે એજન્સીએ બિલ ચૂકવવાની અસમર્થતા વ્યક્ત કરતાં, જરૂરી નાણાકીય વ્યવસ્થાના અભાવે મુંઝાયેલી મહિલાએ છેવટના ઉપાય તરીકે અભયમ મહિલા સુરક્ષાની મદદ માંગી હતી. અભયમ ટીમે વીમા એજન્સી અને દવાખાના સાથે વાટાઘાટો કરીને એ મહિલાને મુશ્કેલીમાંથી માર્ગ કાઢી આપતાં ખૂબ રાહતની લાગણી સાથે એમણે અભયમનો દિલથી આભાર માન્યો હતો. એક ખાસ કિસ્સા તરીકે અભયમે આ મહિલાની મુશ્કેલીમાં માર્ગ કાઢવામાં મદદ કરી હતી.

અભયમ પ્રવક્તાએ જણાવ્યું કે મેડીક્લેમ કે વીમા પોલિસીઓની યોગ્ય રીતે સમજણ દરેક વીમાધારકે મેળવી લેવી જોઈએ અને એજન્સીઓ એ પણ વિમેદારો ને ઉચિત સમજણ ફરજ સમજીને આપવી જોઈએ. અમે બિલની રકમમાં ઘટાડો ના કરાવી શકીએ પરંતુ મહિલાની મુશ્કેલીને અનુલક્ષીને અભયમે આ કિસ્સો હાથ પર લીધો હતો અને હોસ્પિટલના સહયોગી અભિગમને લીધે તેમને હપ્તામાં બિલ ભરવાની રાહત મળી હતી.ખાસ કિસ્સા તરીકે જ આ બાબત હાથ પર લેવામાં આવી હતી.

તેમણે જણાવ્યું કે હોસ્પિટલો પણ મેડીક્લેમના વિમેદારોની સારવાર સમયે સમયસર ઉચિત સંકલન વીમા સંસ્થાઓ સાથે કરે એ ઇચ્છનીય છે. ઘટના અંગે જાણકારી આપતાં અભયમ પ્રવક્તા એ જણાવ્યું કે અમિતનગર મલ્ટી સ્પેશ્યલીટી હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ થયેલ મહિલાના પુત્રનો મેડિક્લેમ નામંજૂર થતા હોસ્પિટલ બિલ ભરવાની વિમાસણ સર્જાઈ હતી. મહીલા એ 181મહીલા હેલ્પલાઇનમા કોલ કરી પોતાની આપવીતી જણાવી બીલભરી શકાય તેમ નથી જેમાં મદદરૂપ બનવા વિનતી કરતા અભયમ ટીમે હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી માનવતાના ધોરણે બીલ ની રકમમા શક્ય તેટલું ડિસ્કાઉન્ટ અપાવ્યું અને બાકી ની રકમ હપ્તા થી ચૂકવવાની સુવિધા અપાવતા મહીલા ને ઘણી રાહત પહોચી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments