Team Chabuk-Viral Desk: ફિલ્મ અંદાજ અપના અપનામાં વિલન તેજાને પૈસા આપવા જ્યારે અમર પ્રેમ જાય છે ત્યારે પોટલીમાં ચિલ્લર લઈ જાય છે! રમૂજ ઉત્પન્ન કરવા માટે આવો સીન રાખવામાં આવ્યો હતો. પણ આવું સાચેક થાય તો? અસમમાં એક વ્યક્તિ સ્કૂટર ખરીદવા માટે ગયો તેની રસપ્રદ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. (Assam Man Buys Scooter With Coins) આ વ્યક્તિ કોથળો ભરીને સિક્કા લઈ શો રૂમમાં પહોંચ્યો હતો. આ સિક્કા તેની વર્ષોની કમાણી હતી. એક એક કરી જોડ્યા હતા.
આ સ્ટોરી યુટ્યૂબર હિરાક જે દાસની દ્વારા શેર કરવામાં આવી છે. (YouTuber Hirak J Das) જે સોશિયલ મીડિયા પર પૂરબહારમાં વાઈરલ થઈ રહી છે. દુકાનદાર એવો આ વ્યક્તિ સ્કૂટર ખરીદવા ઈચ્છતો હતો. એ માટે તે મહિનાઓથી સિક્કા એકઠા કરી રહ્યો હતો. હાલમાં જ તે શો રૂમ સિક્કા ભરેલો કોથળો લઈ પહોંચ્યો હતો. આ તેની બચત હતી. તેની બચત જોઈ શોરૂમના કર્મચારીઓ પણ અવાક્ થઈ ગયા હતા.
શો રૂમના કર્મચારીઓ કોથળા ભરેલા સિક્કાને જોઈ ચકિત્ત થઈ ગયા હતા. શો રૂમનો સ્ટાફ લાંબા સમય સુધી સિક્કા ગણતો રહ્યો હતો. આ વ્યક્તિએ એક, બે અને દસ રૂપિયાના સિક્કા કોથળામાં ભર્યાં હતા. પૈસા આપ્યા પછી અને પેપરવર્ક પૂર્ણ થયા બાદ આ વ્યક્તિને તેનું ટુ વ્હિલ સોંપવામાં આવ્યું હતું. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. વાઈરલ વીડિયોમાં સિક્કા ભરેલો કોથળો ઉઠાવતા ત્રણ લોકો દેખાય રહ્યા છે. એક જગ્યાએ સિક્કાઓને પ્લાસ્ટિકની ટોકરીમાં રાખવામાં આવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત