Homeદે ઘુમા કેIndia vs Western Australia: પ્રેક્ટીસ મેચમાં ભારતીય બોલર્સ સામે ઘૂંટણીએ પડ્યા વેસ્ટર્ન...

India vs Western Australia: પ્રેક્ટીસ મેચમાં ભારતીય બોલર્સ સામે ઘૂંટણીએ પડ્યા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના ખેલાડી, ભારતની 13 રને જીત

Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાને પ્રેક્ટીસ મેચમાં 13 રને હરાવ્યું. ટી-20 વિશ્વકપની તૈયારીઓને ધ્યાને લઈ પર્થમાં રમાયેલી મેચમાં ભારતીય બોલર્સ સામે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની ટીમના ખેલાડીઓ ઘૂંટણીએ પડ્યા. ભારતીય ટીમે ટોસ જીતીને પહેલાં બેટિંગનો નિર્ણય કર્યો હતો જે ભારતીય ટીમ માટે ફાયદાકારક રહ્યો.

ટોસ જીતીને ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 158 રન બનાવ્યા. જેમાં સૂર્યકુમાર યદવે 35 બોલ પર 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 52 રનની શાનદાર ઈનિંગ રમી. જ્યારે હાર્દિક પંડ્યાએ 20 બોલ પર 29 રન અને દીપક હુડાએ 22 રન ફટકાર્યા.

advertisement-1

બીજી તરફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની ટીમ લક્ષ્યનો પીછો કરવા ઉતરી અને 8 વિકેટના નુકસાન પર 145 રન જ બનાવી શકી. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરપથી સેમ ફેનિંગે અર્ધ સદી ફટકરી. ફેનિંગે 58 રન ફટકાર્યા. જો કે, અર્શદીપ, ભૂવનેશ્વર કુમર અને યુઝવેન્દ્ર ચહલ સામે અન્ય બેટર ટકી શક્યા નહીં. ભારત તરથી અર્સદીપે 6 રન આપી 3 વિકેટ ઝડપી.  જ્યારે ચહલ અને ભૂવનેશ્વર કુમારે 2-2 વિકેટ ઝડપી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments