Team Chabuk- Gujarat Desk: અહીં હાસ્યાસ્પદ સવાલ એ ઉત્પન્ન થાય છે કે ભૂકંપ માપવાના યંત્રની ચોરી કર્યા પછી કોઈ ચોર એનું કરે શું? ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં અવાર નવાર ભૂકંપના ઝટકા આવ્યા રાખે છે. અહીંની ભૂસ્તરીય હિલચાલને એકત્ર કરવા માટે ગાંધીનગરના સિસ્મોગ્રાફી સેન્ટર દ્વારા તાલાલા ગીર ખાતે આવેલી સિંચાઈ વિભાગની કચેરીમાં ભૂકંપ માપક યંત્ર ઈન્સ્ટોલ કરી ફિટ કરવામાં આવ્યું હતું. આ યંત્ર પર ચોરની નજર પડી ગઈ અને તે તેને લઈ રફુચક્કર થઈ ગયો.
ભૂકંપ માપક યંત્રની ચોરી થયાની જાણ અધિકારીઓને થતાં અધિકારીઓએ પોલીસ ફરિયાદ નોંધી હતી. પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં હતા. પોલીસને એવી બામતી મળી હતી કે આ યંત્ર ઈરફાન હાસન મજગુલ ઉર્ફે શેતાને ચોરી કર્યું છે. જે તાલાલા ગીરનો રહેવાસી છે. પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો અને જેલ હવાલે કર્યો હતો.
ઘટનાની સૂત્રો તરફથી એવી માહિતી મળી રહી છે કે તાલાલાની સિંચાઈ વિભાગ કચેરીના તાડા તોડી નાખી ભૂકંપ માપક યંત્રના કિંમતી સાધનો ત્રણ શખ્સો ચોરી કરી ગયા હતા. જે પૈકી તાલાલામાં વસવાટ કરતા તોસીફ મહંમદ ચોવટ, અહેમદ રમજાન ભાલીયા બંનેને પોલીસે તાજેતરમાં જ ઝડપી પાડ્યા હતા. ત્રીજો એક આરોપી પોલીસ પકડથી દૂર હતો. એ સીદીવાડામાં આવ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. બાદમાં પોલીસ અધિકારીએ તેના પર વોચ ગોઠવી તેની ધરપકડ કરી લીધી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત