Homeગુર્જર નગરીજૂનાગઢ પોલીસ સ્ટેશનમાં બિનવારસી વાહનોના ખડકલાનો નિકાલ કરવા લેવાયો આ મોટો નિર્ણય

જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં બિનવારસી વાહનોના ખડકલાનો નિકાલ કરવા લેવાયો આ મોટો નિર્ણય

Team Chabuk-Gujarat Desk: પોલીસ સ્ટેશનના પટાંગણમાં અસંખ્ય વાહનો ધૂળ ખાતા જોયા હશે. આ વાહનોનું પછી શું થતું હશે તેનો કૌતુકસભર વિચાર ન આવે તો જ નવાઈ. પણ જૂનાગઢમાં ડિટેઈન કરવામાં આવેલા વાહનોની હરરાજી થઈ રહી છે. જે વાહનો  પોલીસે ડિટેઈન કરેલા હોય પણ તેને લેવા માટે કોઈ ન આવેલું હોય આવા વાહનોની હવે હરરાજી કરવામાં આવશે.

જૂનાગઢના ડિવાયએસપી પ્રદીપસિંહ જાડેજા સાહેબે જણાવ્યું હતું કે, ડિટેઈન કરેલા કે બિનવારસી એવા વાહનોનો ખડકલો થયો છે. પણ કોઈ છોડાવવા કે લેવા માટે આવતું નથી. જેથી આવા વાહનોનો પોલીસ સ્ટેશનમાં ભરાવો થયો છે.

એવામાં એસપી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આ વાહનોના નિકાલ માટેની ઝૂંબેશ હાથ ધરવાની સૂચના આપવામાં આવી હતી. વિસ્તાર પ્રમાણે જણાવીએ તો સી- ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે એંસી, જ્યારે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે 33 વાહનો કબ્જે કરવામાં આવ્યો છે.

આ વાહનોએ તેમના માલિકની ખૂબ પ્રતીક્ષા કરી પણ માલિક તેમને છોડાવવા ન આવતા હવે તારીખ 9 ફેબ્રુઆરીના રોજ હરરાજી કરવામાં આવશે. હવે જો આ વાહન ખરીદીમાં આપને કે આપની નજીકના કોઈ વાહન ઈચ્છુકને ઈચ્છા હોય તો તેમણે સી ડિવીઝનના પીએસઆઈ જે.જે.ગઢવી અને પીએસઆઈ એમ.સી ચુડાસમા સાહેબનો સંપર્ક કરવાનો છે.

(તસવીર પ્રતિકાત્મક છે.)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments