Homeગામનાં ચોરેરિસાયેલી ગર્લફ્રેન્ડને મનાવવાનો તોડ કાઢવા યુવાન જ્યોતિષ પાસે ગયો, જ્યોતિષે 20 લાખમાં...

રિસાયેલી ગર્લફ્રેન્ડને મનાવવાનો તોડ કાઢવા યુવાન જ્યોતિષ પાસે ગયો, જ્યોતિષે 20 લાખમાં ઉતારી દીધો અને પછી કહ્યું, ‘હજુ માનવ બલિ માગે છે.’

Team Chabuk-National Desk: આમ તો કહેવાય છે કે શિક્ષણથી સમજણ આવે છે, સમયની સાથે સાથે શિક્ષણ દ્વારા નવા વૈજ્ઞાનિક ખ્યાલ પણ વિકસે છે, પરંતુ ઘણા લોકો આટલું ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ પણ અંધશ્રદ્ધા, દોરાધાગામાં માનીને ખૂદને તો નુકસાન કરે જ છે પણ સમાજને પણ નુકસાન કરે છે. આવી જ એક ઘટના દિલ્હીમાં બની છે. દિલ્હીમાં રહેતા અને નોઈડા યુનિવર્સિટીમાં પીએચડીનો અભ્યાસ કરતા એક યુવક સાથે જ્યોતિષીએ છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઇ છે. 

વાત જાણે એમ છે કે આ યુવકનો દોઢ વર્ષ પહેલા પોતાની ગર્લફ્રેન્ડ સાથે પ્રણય તૂટી ગયો હતો. ફરી પોતાની ગર્લફ્રેન્ડ સાથે પ્રેમસંબંધ કેળવવા અને તેની સાથે લગ્ન કરવા માટે ઉપાય શોધતો હતો. તેવામાં તેને ઈન્ટરનેટ ઉપરથી લવ પ્રોબ્લેમ, બગડેલા સબંધ સુધારવા, મિત્રતા કેળવવામાં ગેરેન્ટી આપતા જ્યોતિષના નંબર મળ્યા. યુવકે તેનો સંપર્ક કર્યો જ્યોતિષે લવ પ્રોબ્લેમતૂટેલા સંબંધો તોડવા વગેરેની ગેરંટી આપવાનો દાવો કરી ફરી પ્રેમસંબંધ બંધાવા માટે યુવક પાસેથી પૂજા કરવાના બહાને 20 લાખ રૂપિયા ખંખેરી લીધા. 

પૂજા કરાવ્યા બાદ પણ આ વિદ્યાર્થીનો એની પૂર્વ પ્રેમિકા સાથે ફરી પ્રણય થયો નહીં. આથી આરોપીઓએ કહ્યું કે દેવતાઓ હવે માનવ બલિ માંગે છે એના માટે વધુ ૨૦ લાખ રૂપિયા આપવા પડશે. આરોપીઓ જ્યારે યુવક પાસે માનવ બલિની માગ કરી ત્યારે આ યુવકને પોતે છેતરપિંડીનો ભોગ બન્યો છે એવો અહેસાસ થયો. આથી વિદ્યાર્થીએ પોતાના પૈસા પાછા માગ્યા, તો આરોપીઓ પોતાનો મોબાઈલ બંધ કરી છૂં થઈ ગયા. હાલ તો વિદ્યાર્થીની ફરિયાદના આધારે પોલીસે કેસ દાખલ કર્યો હતો.  

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન યુનિટે છેતરપિંડીના બે આરોપી ભાઈઓ તનું અને ગૌરવને પકડી પડ્યા છે. તનુની અમૃતસરથી અને ગૌરવને રાજસ્થાનના ઝુઝુનુંથી ધરપકડ કરી છે. સાથે આરોપીઓના બેંક ખાતા પણ સીલ કરી દેવામાં આવ્યા છે. આ બંને ભાઈઓ વ્યવસાયે જ્યોતિષ છે. તનું અને ગૌરવ બંને મામા ફાઈના ભાઈઓ. તનું 12 પાસ અને ગૌરવ ગ્રેજ્યુએટ છે. અત્યાર સુધીમાં બંને લોકોએ કેટલા સાથે છેતરપીંડી કરી છે એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments