Homeગુર્જર નગરી1થી 2 ડિસેમ્બરની વચ્ચે ગુજરાતમાં પડનારા કમોસમી વરસાદ પાછળનું કારણ આ છે

1થી 2 ડિસેમ્બરની વચ્ચે ગુજરાતમાં પડનારા કમોસમી વરસાદ પાછળનું કારણ આ છે

Team Chabuk-Gujarat Desk: શિયાળાની ગુલાબી ઠંડીનું જોર આવનારા મહિનામાં વર્તાય એવી આશા છે. હાલ હાડ થીજાવતી ઠંડીની અનુપસ્થિતિ દેખાય રહી છે. હજુ વાતાવરણ મિશ્ર છે. સવારમાં શિયાળાની આછેરી ઠંડીની અનુભૂતિ થાય છે તો બપોર થતાં તડકો પોતાનો રંગ દેખાડે છે. આ વચ્ચે ચોમાસાએ પણ પ્રવેશ કરતા શિયાળામાં ત્રિવિધ ઋતુઓનો સંગ્રામ જોવા મળશે.

સમાચાર સામે આવી રહ્યા છે કે અરબી સમુદ્રની અંદર સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેની ફળશ્રુતિ રૂપે ગુજરાતમાં મેઘરાજા પધરામણી કરવાના છે. 1 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. પરિણામે તેની આંતરક્રિયા થકી 1થી 2 ડિસેમ્બર દરમ્યાન અમદાવાદમાં પોણો ઈંચ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં બેથી ત્રણ ઈંચ વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કચ્છ અને બનાસકાંઠામાં કમોસમી વરસાદનું આગમન થશે.

whatsapp group join link

ગુજરાતના મહાનગર અમદાવાદના તાપમાનની જો વાત કરવામાં આવે તો સોમવારના રોજ તાપમાન દોઢ ડિગ્રી ગગડતા 32.4 ડિગ્રી રહ્યું, જ્યારે લઘુતમ તાપમાન 16.9 ડિગ્રી નોંધાયું હતું. સાંજ થતા વાતાવરણમાં આવતા પલટાના કારણે ઠંડીનું પ્રમાણ વધી જાય છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજે મંગળવારની બપોરથી એક ડિસેમ્બર સુધી વાતાવરણમાં પલ્ટો આવશે.

હવામાન વિભાગના નિષ્ણાત અંકિતભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘અરબી સમુદ્રમાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેનો ટ્રફ મધ્ય અરબ સાગર સુધી લંબાશે. જેની અસરથી 30 નવેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે અને 1થી 2 ડિસેમ્બર વરસાદ પડી શકે છે.’

bank-nifty-advertisement

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments