Team Chabuk-Sports Desk: ભારતના નવનિયુક્ત હેડ કોચ રાહુલ દ્રવિડ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં બનાવવામાં આવેલી ગ્રીન પીચથી ખુશ થયા હતા. આ મેચ ડ્રોમાં પરિણમ્યો. ભારતે આપેલા 284 રનના લક્ષ્યનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની ટીમ મેચને ડ્રો સુધી ખેંચવામાં સફળ રહી. એ પછી કોચ દ્રવિડે ગ્રીન પાર્ક સ્ટેડિયમના મેદાન કર્મચારીઓને 35 હજાર રૂપિયા આપ્યા.
ગ્રીન પાર્ક સ્ટેડિયમના મેદાન કર્મચારીઓની ટીમને શિવ કુમાર લીડ કરી રહ્યા હતા. દ્રવિડે સ્પોર્ટિંગ પીચ એટલે કે બંને તરફથી સંતુલિત પીચ બનાવાને લઈ શિવને 35 હજાર રૂપિયા સોંપ્યા. ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશને મેચ બાદ ખૂદ તેની જાણકારી આપી હતી. આ પીચ પર ફાસ્ટ બોલર્સે 16 અને સ્પિનર્સે 20 વિકેટ લીધી હતી.
બંને ટીમ માટે આ સમસ્યાનું કારણ બન્યું અને મેચ અંતિમ દિવસના એન્ડ સુધી રમાયો. દ્રવિડને પોતાના સમયના એક નિષ્પક્ષ ખેલાડીના રૂપે માનવામાં આવે છે. આટલા વર્ષો બાદ પણ પરિસ્થિતિ નહોતી બદલી. દ્રવિડે મેદાનના કર્મચારીઓના વખાણ એટલા માટે કર્યાં કારણ કે વર્તમાન સમયમાં વિદેશી ટીમ ખૂદને ફાયદો પહોંચાડવા માટે પોતાના અનુસાર પીચ તૈયાર કરાવડાવે છે અને ટેસ્ટ ત્રણ દિવસની અંદર પૂર્ણ થઈ જાય છે.
કાનપુરની પીચ એક સારી પીચ હતી. એક સારી ટીમને દુનિયાની અલગ અલગ પીચ પર રમવાનું હોય છે. દરેક પીચનો સ્વભાવ અલગ હોય છે. ઓસ્ટ્રેલિયામાં બાઉન્સ મળે છે, ઈંગ્લેન્ડમાં સ્વિંગ. ભારતમાં સ્પિન અને લો બાઉન્સની પરિસ્થિતિ હોય છે. કાનપુરની પીચમાં બંને ટીમની પાસે જીતની તક હતી. પીચ સંતુલિત હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
