Team Chabuk-Sports Desk: IPL અંતિમ તબક્કામાં છે. ક્રિકેટ રસિકો ફાઈનલની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ આઈપીએલ 20 વર્લ્ડકપની પણ ક્રિકેટરસિયાઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારતીય ટી-20 વર્લ્ડકપ પોતાના નામે કરવા સજ્જ છે. ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. BCCIએ તેના ટ્વીટર એકાઉન્ટ પર એક તસવીર શેર કરીને આ અંગેની માહિતી આપી હતી.
ભારતીય ક્રિકેટ ટીમના સત્તાવાર કિટ સ્પોન્સર્સ એમપીએલ સ્પોર્ટ્સ દ્વારા આ જર્સી લોન્ચ કરવામાં આવી છે. તેમણે કહ્યું આ માત્ર એક ટીમ નથી, તેઓ ભારતનું ગૌરવ છે. આ માત્ર જર્સી નથી, તે એક અબજ ચાહકોનો આશીર્વાદ છે. ટીમ ઇન્ડિયાને ચિયર્સ કરવા તૈયાર રહો.
Presenting the Billion Cheers Jersey!
— BCCI (@BCCI) October 13, 2021
The patterns on the jersey are inspired by the billion cheers of the fans.
Get ready to #ShowYourGame @mpl_sport.
Buy your jersey now on https://t.co/u3GYA2wIg1#MPLSports #BillionCheersJersey pic.twitter.com/XWbZhgjBd2
આ તસવીર સાથે BCCIએ લખ્યું છે કે, પ્રેઝેન્ટિંગ ધ બિલિયન ચીયર્સ જર્સી.’ આ જર્સી 1992 વર્લ્ડ કપ પેટર્નની જર્સીને મળતી બનાવામાં આવી છે તેનો રંગ ઘાટો બ્લૂ કલર છે.
વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહની તસવીર અને વીડિયો ટ્વિટર પર શેર કરતા BCCI એ લખ્યું છે કે, “જર્સી પેટર્ન ચાહકોના ઈન્ટ્રોડયુઝિંગ ધ બિલિયન ચીયર્સ જર્સી” ભારતની મેજબાનીમાં આ ટી 20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં રમાશે.
The Billion Cheers Jersey – The pattern on the jersey is inspired by the cheers of a billion fans. See what the Indian Cricketers have to say about the new Team India jersey #BillionCheersIndianJersey #IndianCricketTeam #TeamIndia Order now https://t.co/BiweYY981p pic.twitter.com/UjRsYc20gJ
— MPL Sports (@mpl_sport) October 13, 2021
ટી 20 વર્લ્ડકપ 2021 આગામી 17 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યો છે. પરંતુ ભારતીયોની જે મેચ પર નજરી છે તે 24 ઓક્ટોબરે રમાશે. 24 ઓક્ટોબરે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટનો જંગ ખેલાશે. ભારતીય ક્રિકેટપ્રેમીઓને આશા છે કે, આ વખતે પણ ક્રિકેટના મેદાનમાં ભારત પાકિસ્તાનની ટીમને ધૂળ ચટાડશે. આ પહેલા છેલ્લીવાર ભારત અને પાકિસ્તાનની ટીમો 2019 વનડે વર્લ્ડકપમાં ટકરાઇ હતી. ત્યારે પણ ભારતે પાકિસ્તાનને મ્હાત આપી હતી. ઉલ્લેખનીય છ કે, પાકિસ્તાન અત્યાર સુધી વનડે અને ટી-20 વર્લ્ડકપમાં ભારત વિરુદ્ધ જીત મેળવી શકી નથી.
કોરોનાના કારણે ટી-20 વર્લ્ડકપની તમામ મેચોનું આયોજન UAE અને ઓમાનના 4 સ્ટેડિયમમાં કરવામાં આવશે. જેમાં દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, અબુધાબીનુ શેખ જાયેદ સ્ટેડિયમ, શારજહાં સ્ટેડિયમ અને ઓમાન ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડ સામેલ છે.

ગયા ટી-20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનને એકજ ગૃપમાં રાખવામાં આવ્યા હતા. જોકે તે સમયે ગૃપ બીમાં આ બે ટીમો ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ પણ હતા. ભારત અને પાકિસ્તાનમાં ક્રિકેટ ફેન્સની મોટી સંખ્યા જોતા ICCએ ફરી બન્ને ટીમોને એક જ ગૃપમાં રાખી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત