Team Chabuk-Sports Desk: દિલ્હી કેપિટલ્સનું પ્રથમ વખત આઈપીએલ જીતવાનું સ્વપ્ન રોળાયું છે. લીગ રાઉન્ડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પોંઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવનારી ટીમને ક્વોલિફાયર-2માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. કેકેઆરે રોમાંચક મેચમાં દિલ્હીને ત્રણ વિકેટથી પરાજય આપ્યો હતો.
દિલ્હીને ફાઈનલમાં પહોંચવા માટે બે તક મળી હતી. પણ બંને મેચમાં ટીમને ખાલી હાથે પાછા ફરવું પડ્યું. મેચમાં પરાજય પામ્યા બાદ દિલ્હીના ખેલાડીઓના ચહેરા મૂરઝાઈ ગયા હતા. કેપ્ટન ઋષભ પંત અને પૃથ્વી શૉ રડી પડ્યા હતા. કેકેઆર સામેની મેચ દરમ્યાન એક ક્ષણે જીતનું ત્રાજવું દિલ્હીની ટીમ તરફ નમ્યું હતું. જોકે કેકેઆરના ખેલાડી રાહુલ ત્રિપાઠીએ સિક્સ ફટકારી દિલ્હીની આશાઓ ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.
ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા માટે ઉતરેલી દિલ્હીની ટીમની શરૂઆત નિરસ રહી હતી. પાંચમી ઓવરમાં વરુણ ચક્રવર્તીએ પૃથ્વી શૉને 18 રન પર આઉટ કરી કેકેઆરને પહેલી સફળતા અપાવી હતી. શિખર ધવનને 36 રન પર પણ ચક્રવર્તીએ જ આઉટ કર્યો હતો. પાવરપ્લે સુધી દિલ્હીનો સ્કોર 38-1 હતો. લાંબા સમય બાદ પ્લેઈંગ ઈવેલવનમાં પરત ફરનારા માર્કસ સ્ટોઈનિસ 18 રન પર શિવમ માવીની બોલમાં બોલ્ડ થયો હતો.
17મી ઓવરમાં વરુણ ચક્રવર્તી બોલિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો હતો. ઓવરની ચોથી બોલમાં હેટમાયરે ડીપ મિડ ઓન પર હવામાં શોટ રમ્યો. કોલકાતાના શુભમન ગિલે દોડીને કેચ ઝડપી લીધો. કોલકાતાની ટીમ ગેલમાં આવી ગઈ હતી. હેટમાયર શૂન્યમાં આઉટ થયો હતો. એવામાં અમ્પાયરે નોબલ ચેક કરવાનું કહ્યું અને નોબોલ હોવાથી શુભમનનો કેચ બેકાર ગયો હતો.
કેપ્ટન ઋષભ પંતની 6 રનના સામાન્ય સ્કોર પર વિકેટ લોકી ફર્ગ્યુસે લીધી હતી. શિમરોન હેટમાયરે 17 રન પર આઉટ કર્યો હતો. પંતની સામે પડકાર હતો કે તે કોલકાતાની ટીમને ઝડપથી આઉટ કરે અને ફાઈનલમાં પહોંચે. 136 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી કોલકાતાની ટીમની શાનદાર શરૂઆત જોવા મળી હતી. પ્રથમ વિકેટ માટે શુભમન ગિલ અને વેન્કટેશ અય્યરે 12.2 ઓવરમાં 96 રન જોડી દીધા હતા. રબાડાએ ઐય્યરને 55 રન પર આઉટ કરી ભાગીદારીનો અંત આણ્યો હતો.
કોલકાતાને એક સમયે ત્રીસ બોલર પર ત્રેવીસ રનની આવશ્યકતા હતી. 16મી ઓવરમાં દિલ્હીની ટીમે પુનરાગમન કર્યું. કોલકાતાએ આઠ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી. અંતિમ 18 બોલ પર કોલકાતાને 11 રનની જરૂર હતી. 18મી ઓવરમાં રબાડાએ એક રન આપ્યો અને કાર્તિકને ક્લીન બોલ્ડ કરી દીધો.
20મી ઓવરમાં કોલકાતાને જીત માટે 7 રનની આવશ્યકતા હતી. પ્રથમ બોલ પર અશ્વીને એક રન આપ્યો. બીજી બોલ પર કોઈ રન બન્યો નહીં. ત્રીજી અને ચોથી બોલ પર અશ્વિને શાકિબ અને સુનીલ નરેનને પવેલિયન મોકલી દીધા. પાંચમી બોલ પર ત્રિપાઠીએ સિક્સ ફટકારી દીધી. મેચ પૂર્ણ થયા બાદ પૃથ્વી શૉ અને ઋષભ પંત ઈમોશન થઈ ગયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત