Homeગુર્જર નગરીઅમદાવાદઃ ચાંદખેડાની સગીરાનો દેહ અભડાવનાર ત્રણ શખ્સોની ધરપકડ

અમદાવાદઃ ચાંદખેડાની સગીરાનો દેહ અભડાવનાર ત્રણ શખ્સોની ધરપકડ

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં 15 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મના કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. 15 વર્ષીય સગીરાને અડાલજ વિસ્તારમાં આવેલી હોટેલમાં લઈ જઈને 2 મિત્રોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. સગીરા પર દુષ્કર્મ આચરીને હોસ્પિટલમાં મૂકી બે બળાત્કારી તથા એક મદદ કરનાર શખ્સ ફરાર થઈ ગયા હતા. સામૂહિક દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાતા ચાંદખેડા પોલીસે આ ગુનામાં ત્રણ શખ્સોની ધરપકડ કરી લીધી છે.

શું બની હતી ઘટના

સમગ્ર બનાવની વાત કરીએ તો અમદાવાદના ચાંદખેડાના જગતપુર વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને મળવાના બહાને બોલાવીને આરોપીઓએ અપહરણ કર્યું હતું અને કારમાં બેસાડી અડાલજ વિસ્તારમાં આવેલી એક હોટેલમાં લઈ ગયા હતા. સગીરાને હોટેલમાં લઈ જઈ શૈલેષ ભરવાડ અને વિજય ભરવાડે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. નરાધમોએ સગીરા પર એટલી હદે બર્બરતા આચરી હતી કે સગીરાને ગુપ્તાંગમાંથી અસહ્ય લોહી નીકળવા લાગ્યું હતું અને તે બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ અન્ય આરોપીઓ વિજય ભરવાડની મદદથી સગીરાને હોસ્પિટલમાં મૂકીને નાસી છૂટ્યા હતા. આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ત્રણેય શખ્સો સામે ગુનો નોંધાયો હતો. જે બાદ પોલીસે ત્રણેયની ધરપકડ કરી લીધી છે.

પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરીને કડક પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, ભોગ બનનાર સગીરા ઘાટલોડિયામાં રહેતાં શૈલેષ ભરવાડ અને મકરબામાં રહેતા વિજય ભરવાડના પરિચયમાં આવી હતી. 10 જુલાઈએ શૈલેષ ભરવાડે સગીરાને ફોન કરીને ગોદરેજ ગાર્ડન સિટી મળવા બોલાવી હતી. જ્યાં શૈલેષ ભરવાડ તેના મિત્ર વિજય ભરવાડ સાથે અગાઉથી હાજર હતો. શૈલેષ અને તેનો મિત્ર સગીરાને કારમાં બેસાડીને અડાલજ ખાતે આવેલી એક હોટેલના રૂમમાં લઈ ગયા હતા. સૌ પ્રથમ શૈલેષ ભરવાડે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં તેના બન્ને મિત્રોએ સગીરાને પીંખી હતી. આ અંગે પોલીસે જગતપુરથી હોટલ સુધીના સીસીટીવી તથા રેકોર્ડ સહિતના પુરાવા એકત્ર કર્યા છે.

સીસીટીવીના આધારે ધરપકડ

સગીરાને હોસ્પિટલમાં મૂકીને ભાગી ગયેલા શખ્સોને શોધવા પોલીસે તજવીજ હાથ ધરી હતી. ચાંદખેડા પોલીસે આરોપી શૈલેષ ભરવાડ, વિજય ભરવાડ અને વિજય ભરવાડના સગા-સંબંધી અને મિત્રોના ઘરે તપાસ કરી હતી. પરંતુ ત્યાં તેઓ મળ્યા નહતા. પોલીસ ત્રણેય આરોપીના મોબાઈલ નંબર ટ્રેસ કર્યા હતા. ગુનામાં વપરાયેલી કાર લઈને ત્રણેય આરોપી ભાગ્યા હોવાથી પોલીસે રોડ પરના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમાં ટોલનાકાના સીસીટીવીના આધારે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી હતી. આરોપી શૈલેષ ભરવાડે પોલીસથી બચવા માટે વાળ કપાવીને નાના કરી નાખ્યા હતા અને દાઢી પણ કઢાવી નાખી હતી. સમગ્ર મામલે પોલીસે ત્રણેય આરોપીની દબોચીને વધુ તપાસ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments