Team Chabuk-Gujarat Desk: જૂન મહિનો બેસતાની સાથે જ ઉનાળો પોતાના છેલ્લા સીન દેખાડી રહ્યો છે. શહેરોમાં ભારે ઉકળાટ અને બફારાનો લોકો સામનો કરી રહ્યા છે. તો બીજી બાજુ ઉનાળાના કારણે ત્રાહીમામ પોકારી ચૂકેલા લોકો વરસાદની ચાતક નજરે આશ લઈને બેઠા છે. આશ લઈને બેઠેલા લોકોને હવામાન વિભાગે રાહત આપી છે. આગામી 4થી 6 જૂન આમ ત્રણ દિવસ સુધી ગુજરાતમાં મધ્યમથી હળવા ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જોકે ગુજરાતમાં 15થી 20 જૂનની વચ્ચે ચોમાસુ બેસવાની આગાહી કરવામાં આવી છે. કેરળમાં હાલ ચોમાસું આરંભ થતાં ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. જેથી ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો આરંભ થઈ ચૂક્યો છે. નીચે કોષ્ટમાં સમજીએ કે કઈ તારીખે કયા શહેરોમાં મેઘરાજા મંડાશે.
| તારીખ | શહેર |
| 4 જૂન | દમણ, દાદરા નગર હવેલી, દાહોદ, આણંદ,ભાવનગર,અમરેલી |
| 5 જૂન | દમણ, દાદરા નગર હવેલી, બોટાદ, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ |
| 6 જૂન | દમણ,દાદરા નગર હવેલી, અમદાવાદ, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, |
ગુજરાતમાં કેરળમાં ચોમાસુ શરૂ થયા બાદ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધે છે. આ પહેલા 31મી મેના રોજ ગુજરાતમાં ચોમાસાના શ્રીગણેશ થવાના એંધાણ લગાવવામાં આવ્યા હતા. જોકે હવે 31ની જગ્યાએ 3મેથી ચોમાસાનો આરંભ થશે.
આ વચ્ચે ખરું ચોમાસુ ગુજરાતમાં 15થી 20મી જૂનના રોજ બેસી જશે. આ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમ મોહન્તીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં ચોમાસાનો સત્તાવાર રીતે આરંભ 15મી જૂનથી થાય છે. હાલ ગુજરાતમાં પ્રિ-મોન્સન એક્ટિવીટી થઈ રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત