Team Chabuk-Political Desk: અમિતાભ બચ્ચનની ફિલ્મ અગ્નિપથમાં ક્લાઈમેક્સ સીનની આગળ મંજાયેલા કલાકાર અને લેખક કાદર ખાનની કલમે લખાયેલો આ સંવાદ છે. ‘હવા બહોત તેજ ચલ રહા હૈ…’ ફિલ્મમાં જે પણ પરીપ્રેક્ષ્યમાં આ સંવાદ હોય અહીં તે બંધબેસતો લાગી રહ્યો છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. 2017ની સાલમાં ચૂંટણી થઈ અને અચાનક એક નામ સામે આવ્યું. તેમની કામગીરીને કારણે તેઓ ભારતભરમાં વારંવાર ચર્ચાતા રહ્યા. લોકસભા ચૂંટણીમાં પણ સારો દેખાવ રહ્યો પણ હવે ખુરશી ખતરામાં છે. કાંઈક થાવાનું છે તેવી અટકળો તેજ થઈ ચૂકી છે. પ્રધાનમંત્રી પણ અહીંથી સાંસદ છે. લોકસભાની મોટાભાગની સીટો અહીંથી ભાજપે કવર કરી છે. રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ભાજપ માટે આ નગરી બડી પ્યારી હૈ. છેલ્લા દસ દિવસથી ઉત્તર પ્રદેશનું રાજકીય હવામાન ઠીક નથી લાગી રહ્યું. કેન્દ્રની કસોટી પર આ હવામાન ચડ્યું છે. સ્થાનિક પવનો તેને હચમચાવી રહ્યા છે. ભાજપ આવનારી ચૂંટણીનો રોડમેપ તૈયાર કરવામાં લાગી ગયું છે કારણ કે કેન્દ્ર કા રાસ્તા યુપી સે જાતા હૈ.
ઉત્તર પ્રદેશ માટે સ્થિતિ એવી છે કે દિલ્હીમાં સંઘ અને ભાજપ હાઈકમાન્ડની બેઠકો મળે છે ઉપમુખ્યમંત્રીને દિલ્હી બોલાવી લેવામાં આવે છે. બીજેપીના સંગઠન મંત્રી સંતોષ લખનઉમાં છે. બે દિવસથી પાર્ટી પદાધિકારીઓ અને રાજ્ય સરકારના મંત્રીઓ સાથે ઉઠક બેઠક કરી રહ્યા છે. બીએલ સંતોષે 31 મેની તારીખે મોડી રાત સુધી મુખ્યમંત્રી આવાસ પર યોગી આદિત્યનાથની સાથે બીજેપી કોર કમિટિની બેઠક કરી હતી.
આ બેઠકમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, દિનેશ શર્મા, કેશવ મૌર્ય, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પ્રભારી રાધા મોહન સિંહ, પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને સુનીલ બંસલ હાજર હતા. 1 જૂન દરમિયાન બંને ઉપમુખ્યમંત્રીઓ સિવાય આરએસએસના પ્રાંત અને ક્ષેત્ર પ્રચારકની સાથે પણ મિટિંગ થઈ હતી.
યોગી આદિત્યનાથની સરકારના ચાર વર્ષ રંગચંગે પૂર્ણ થઈ ચૂક્યા છે. આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી થવાની છે. ત્યારે બેઠકો થવા લાગવી એ સ્વાભાવિક છે, પણ પહેલી વખત રાષ્ટ્રીય નેતૃત્વ પદાધિકારીઓની સાથે આ રીતની બેઠક કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશની સત્તાની સ્થિતિ જોઈને દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, પ્રદેશ સંગઠનના મહામંત્રી સુનીલ બંસલ અને સંઘના સરકાર્યવાહક દત્તાત્રેય હોસબોલેની બેઠક થઈ ચૂકી છે.
એ પછી દત્તાત્રેય હોસબોલે અને સુનીલ બંસલ લખનઉ પહોંચ્યા હતા. જ્યાં બંને નેતાઓએ અલગ અલગ મુલાકાત કરી હતી. દત્તાત્રેય હોસબોલેએ બેઠક કરી મંત્વય લીધું તો સુનીલ બંસલે મુખ્યમંત્રી, બંને ઉપમુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષની સાથે બેઠક કરી હતી.
ઉત્તર પ્રદેશમાં સત્તાની જે ઉઠક બેઠક થઈ રહી છે તેમાં નોકરશાહીમાંથી રાજકારણમાં આવેલા અરવિંદ શર્માનું નામ બોલાઈ રહ્યું છે. પ્રધાનમંત્રીના નજીકના વ્યક્તિ છે. રાજનીતિમાં આવ્યા ત્યારથી મંત્રી બનાવવાની વાતો ચાલી રહી છે. પ્રધાનમંત્રી દ્વારા તેમના કામની પ્રશંસા પણ કરવામાં આવી હતી. અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથેની મુલાકાત બાદ ચર્ચાઓએ ફરી જોર પકડ્યું છે. ઉત્તર પ્રદેશની સરકારમાં મંત્રીઓના છ પદ ખાલી છે. આગામી વર્ષે ચૂંટણી યોજાવાની છે. જેથી મંત્રીમંડળનું વિસ્તરણ કરીને તમામ સમીકરણો પર સટીક નિશાનો તાકવાની ચર્ચાઓ ચાલી રહી છે. કેન્દ્ર સરકારમાં પણ મંત્રીમંડળ વિસ્તારની અટકળો તેજ છે. જેમાં પણ ઉત્તર પ્રદેશના કેટલાક નામો નક્કી જ માનવામાં આવી રહ્યા છે.
એવી ચર્ચા પણ ચાલી રહી છે કે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યને ફરી સંગઠનમાં મોકલી શકાય છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પીએમ મોદીના ચહેરાને આગળ રાખ્યો હતો. એ સમયે કેશવ પ્રસાદ મૌર્ય ભાજપના અધ્યક્ષ હતા. 2017માં ભાજપ 14 વર્ષ બાદ ઉત્તર પ્રદેશનું સિંહાસન મેળવી શકી. એવામાં ફરી એક વખત કેશવ પ્રસાદ મૌર્યને સંગઠનની જવાબદારી સોંપી યુપીની ગાદી મેળવવાની દિશામાં કૂચ કરવામાં આવી શકે છે.
વડાપ્રધાન બનવાનો રસ્તો ઉત્તર પ્રદેશથી નક્કી થાય છે. ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે. જ્યાં ભાજપે રામ મંદિર બનાવ્યું છે. ભાજપને યુપી જીતથી ઘણી આશાઓ છે. યોગી આદિત્યનાથની છબિને સુધારવા માટે અને લાર્જર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ અંત સુધી મહેનત કરી પણ આ અંત પર કોરોનાનું ગ્રહણ લાગી ગયું.
ગંગા નદીમાં તરતી લાશથી લઈને સ્મશાનમાં લાગેલી લાઈનો અને સળગતી ચિતાઓ યોગી આદિત્યનાથના શાસનમાં રહી ગયેલી ઉણપની ચાડી ખાતી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં ભલે લીલા લહેર હોય પણ ઉત્તર પ્રદેશમાં ભાજપ હિન્દુ મત વિસ્તારમાં જ હારી ગઈ. હાલ તો યોગી આદિત્યનાથ અલગ અલગ જિલ્લાઓની પ્રદક્ષિણા કરી ફરી વિશ્વાસ જીતવાની કોશિશ કરી રહ્યા છે. આ વિશ્વાસ તેમને યુપી પાછું અપાવે છે કે નહીં તે આગામી સમય જ નક્કી કરશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત