Team Chabuk-Gujarat Desk: આજે વહેલી સવારે મોરબીના હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટિયા પાસે ફોર્ચ્યુનર કાર પલટી જતાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. મુંબઈથી કચ્છ જઈ રહેલા પરિવાર સાથે આ કરુણાંતિકા સર્જાઈ છે. પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર અચાનક પલટી ખાઈને રસ્તાની નીચે ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોમાંથી ત્રણ લોકોના મોત થયા છે જ્યારે અન્ય બે લોકોને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટિયા નજીક કચ્છ-અમદાવાદ હાઈવે પર આજે વહેલી સવારે મુંબઈથી કચ્છ જિલ્લાના રાપર તાલુકાના દેસલપર ગામે દાદાને મૂકવા જઈ રહેલા પટેલ પરિવારની કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો જેમાં કાર પલટી મારી જતા કારમાં સવાર ત્રણ લોકોના મોત નિપજ્યા છે તો કારમાં સવાર અન્ય બે લોકોને ઈજા પહોચતા તેને સારવાર માટે ૧૦૮ ટીમના ગણપત ઠાકોર અને હરેશભાઈ સહિતની ટીમે દોડી જઈ સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કારમાં સવાર ઋત્વિકભાઈ માતાભાઈ પટેલ અને વસ્તાભાઈ નારણભાઈ પટેલને ઈજા પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
તો ધટનામાં ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા હતા જેમાં સામુબેન વસ્તાભાઈ પટેલ, મોંધીબેન માતાભાઈ પટેલ અને રમેશભાઈ વસ્તાભાઈ પટેલના મોત થતાં તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો ધટનાની જાણ થતા બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ત્રણેય મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના પગલે હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
