Team Chabuk-National Desk: મધ્ય પ્રદેશ સરકાર દ્વારા આગામી શૈક્ષણિક સત્રથી ભોપાલની ગાંધી મેડિકલ કોલેજમાં હિંદી માધ્યમમાં એમબીબીએસ (MBBS)નો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. રાજ્યના આરોગ્ય શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું કે મધ્યપ્રદેશ હિંદી માધ્યમમાં એમબીબીએસના અભ્યાસ પ્રારંભ કરવાવાળું પહેલું રાજ્ય બનશે.
હિન્દીમાં MBBS
હિન્દી માધ્યમમાં MBBS અંગે ભોપાલની ગાંધી મેડિકલ કોલેજમાં સુચના-માર્ગદર્શન આપી દેવામાં આવ્યું છે. કોલેજમાં નવું સત્ર બે મહિનામાં શરૂ થશે. આરોગ્ય શિક્ષણ ડાયરેક્ટર જીતેન શુક્લના નેતૃત્વમાં ૧૪ સભ્યોની એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ હિન્દીમાં એમબીબીએસના અભ્યાસ માટેની કાર્યયોજના તૈયાર કરશે. આરોગ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે ૨૬મી જાન્યુઆરીએ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે એમબીબીએસ અને અન્ય મેડિકલ અભ્યાસક્રમોને હિન્દીમાં ભણાવવા અંગેની જાહેરાત કરી હતી. આરોગ્ય વિભાગે આ નિર્ણયને લઈ આગળની કાર્યવાહી કરી રહી છે.
હિન્દીમાં લેક્ચર
રાજ્યના જન સંપર્ક અધિકારીના જણાવ્યા પ્રમાણે આરોગ્ય મંત્રીએ પ્રથમ વર્ષના એમબીબીએસ વિદ્યાર્થીઓ માટે હિન્દીમાં પુસ્તકોની વ્યવસ્થા માટે નિષ્ણાતો સાથે ચર્ચા કરી છે. આ બેઠકમાં અટલ બિહારી હિન્દી યુનિવર્સિટી અને ગાંધી મેડિકલ કોલેજના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એમબીબીએસના અભ્યાસ ક્રમ માટેના લેક્ચર પણ હિન્દી ભાષામાં જ આપવામાં આવશે.
સમિતિની રચના
આ યોજનાના પ્રથમ ચરણમાં હિન્દી ભાષા પસંદ કરવા વાળાને બે મહિનામાં હિન્દી અને બે મહિના અંગ્રેજીમાં અભ્યાસ કરવામાં આવશે. આગળના કાર્ય માટે તેનું મૂલ્યાંકન કરવામાં આવશે. કાર્યક્રમના બીજા ચરણમાં એનાટોમી, ફિઝિયોલોજી અને બાયોકેમેસ્ટ્રીના પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવશે. આ કાર્ય યોજના પૂર્ણ કરવા માટે ત્રણ સમિતિની રચના કરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત