Homeસિનેમાવાદયશરાજે ઓટીટીમાં એન્ટ્રી કરવા 500 કરોડનું રોકાણ કર્યું

યશરાજે ઓટીટીમાં એન્ટ્રી કરવા 500 કરોડનું રોકાણ કર્યું

Team Chabuk-Cineam Desk: દેશના સૌથી મોટા પ્રોડક્શન હાઉસમાં જેની ગણતરી થાય છે, તે યશરાજ ફિલ્મ્સે આવનારા સમયમાં ઓટીટી લઈને આવવા પર મન બનાવી લીધું છે. યશરાજ ફિલ્મ્સની વિભિન્ન નિર્માણાધીન ફિલ્મોના આશરે 1200 કરોડ રૂપિયા દાવ પર લાગેલા છે. અને હવે ફરી પોતાના વ્યવસાયને વિસ્તારતા કંપનીની યોજના વેબ સિરીઝ અને ટીવી શો બનાવવાની છે. જે માટે કંપનીએ આશરે 500 કરોડ રૂપિયાનું રોકાણ કરવા માટે મંજૂરી આપી દીધી છે. યશરાજ ફિલ્મ્સે હાલ પોતાની તમામ ફિલ્મોના રાઈટ્સ અલગ અલગ ઓટીટી કંપનીઓને આપેલા છે. આ કરાર પૂર્ણ થયા પછી યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મો પણ તેમના પોતાના ઓટીટી પર ઉપલબ્ધ હશે.

નિર્દેશકના રૂપે ખૂબ ચર્ચાઓમાં આવ્યા બાદ અને અઢળક પૈસા, પ્રસિદ્ધિ મેળવ્યા પછી બી.આર ફિલ્મ્સના માલિક બલદેવ રાજ ચોપરાના ભાઈ યશ ચોપરાએ, એ સમયના સુપરસ્ટાર રાજેશ ખન્નાની સાથે મળીને યશ રાજ ફિલ્મ્સની સ્થાપના 1970ની સાલમાં કરી હતી. ગત વર્ષે ફિલ્મ કંપનીના 50 વર્ષ પૂર્ણ થયાના અવસર પર પ્રોડક્શન હાઉસે શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનના પુત્ર ઝુનૈદ ખાનને લઈ એક બાદ એક કેટલીય ફિલ્મો શરુ કરી. જેમાં પઠાન, ટાઈગર-3 અને મહારાજાનું નિર્માણ વિભિન્ન ચરણોમાં થઈ રહ્યું છે.

CinemaVad

કંપનીની જ હિટ ફિલ્મ બંટી ઔર બબલીની સિક્વલ આગામી અઠવાડિયે રિલીઝ થવા જઈ રહી છે. એ પછી યશરાજ કંપનીની ત્રણ બીજી ફિલ્મો પણ રિલીઝ માટે લાઈનમાં છે. જેમાં અક્ષય કુમાર સાથે પૃથ્વીરાજ, રણવીર સિંહની જયેશભાઈ જોરદાર અને રણબીર કપૂરની શમશેરાનો સમાવેશ થાય છે. યશરાજની એક મોટી ઓટીટી કંપનીની સાથે ડિલ ફાઈનલ થયાના સમાચાર પણ હતા, જોકે આ સમાચાર અધિકારીક રીતે સામે નથી આવ્યા.

યશરાજ ફિલ્મ્સના પોતાના અધિકારિક ઓટીટીને લઈને પણ ગમે ત્યારે અંતિમ ઘોષણા થઈ શકે છે. જોકે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ઓટીટી મુખ્યત્વે, ભારતીય સંવેદનાઓને દર્શાવનારી અને રોચક વાર્તાઓ પર બનનારી વેબ સિરીઝ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પ્રોજેક્ટ પર યશરાજ ફિલ્મ્સ છેલ્લા બે વર્ષથી કામ કરી રહી છે અને આ માટે યશરાજે આશરે 500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યાના પણ સમાચાર છે. કંપનીના આ ઓટીટીનું નામ વાઈઆરએફ એન્ટરટેઈનમેન્ટ રાખવામાં આવ્યું છે. યશરાજ આ પહેલા પણ તમામ ટીવી સીરીઝ બનાવી ચૂક્યું છે અને તેના રાઈટ્સને લઈ વિવાદની ખબરો પણ સામે આવી ચૂકી છે.

આ પ્રોજેક્ટની સાથે સંલગ્ન એક સૂત્રના જણાવ્યા અનુસાર, આદિત્ય ચોપરા ભારતમાં ડિઝિટલ કન્ટેન્ટના સ્તરને ઉપર ઉઠાવવા માટે પોતાનું યોગદાન દેવા ઈચ્છે છે. તેઓ દેશી વાર્તાઓની સાથે વિઝન અને સ્ટોરી ટેલિંગને લઈ વૈશ્વિક માપદંડોની સાથે સ્પર્ધા કરવા ઈચ્છે છે. વાઈઆરએફમાં આ પટકથાઓને સ્થાનિક રીતે તૈયાર કરવામાં આવી રહી છે. શક્ય છે કે આ પગલું ભારતમાં ઓટીટીને હંમેશાં માટે બદલી દે. યશરાજ ટૂંક સમયમાં તેની ઘોષણા પણ કરી શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments