Team Chabuk-Gujarat Desk: મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે ગઈકાલે સાંજના સમયે ભારે વરસાદના કારણે એક કરુણાંતિકા સર્જાઈ હતી. સુંદરીભવાની ગામમાં ભારે વરસાદને કારણે દીવાલ પડતા બે સગાભાઈ અને એક મહિલા સહિત ત્રણ વ્યક્તિના કાટમાળ હેઠળ દટાઈ જવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. એક જ પરિવારના ત્રણ – ત્રણ સભ્યોના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે.
કરુણ દુર્ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પંથકમાં આજે સિઝનના પ્રથમ વરસાદે એક પરિવાર માટે આફત નોતરી હતી. જેમાં હળવદના સુંદરીભવાની ગામે કેનાલ કાંઠે વાડી વિસ્તારમાં વરસાદને કારણે દીવાલ પડતા એક જ પરિવારના ત્રણ સભ્યો દટાઈ ગયા હતા.
હળવદના સુંદરીભવાની ગામની સીમમાં કેનાલ કાંઠે આવેલ ગોપાલભાઈ સુરાભાઈ દેગામાની વાડીએ દીવાલ ધારાશાયી થતા તેમના બે દીકરા અને પુત્રવધૂના દીવાલના કાટમાળ હેઠળ દટાઈ જવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેમાં છેલાભાઈ ગોપાલભાઈ દેગામાં, વાઘજીભાઈ ગોપાલભાઈ દેગામાં એમ આ બન્ને ભાઈ તેમજ પુત્રવધૂનું મોત નીપજ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
