Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ યુક્રેનમાં રહેલા 3 વિદ્યાર્થીનો સંપર્ક તૂટ્યો, કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા પહોંચેલા...

સુરેન્દ્રનગરઃ યુક્રેનમાં રહેલા 3 વિદ્યાર્થીનો સંપર્ક તૂટ્યો, કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા પહોંચેલા માતાની તબિયત લથડી

Team Chabuk-Gujarat Desk: રશિયા દ્વારા યુક્રેનમાં હુમલાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે યુક્રેનમાં ફસાયેલા અનેક વિદ્યાર્થીઓના વાલીઓની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરના વઢવાણના ત્રણ વિદ્યાર્થીઓ હાલ યુક્રેનમાં ફસાયા છે અને વાલીઓ સાથેનો તેમનો સંપર્ક પણ તૂટી ગયો છે. જેને લઈને આ વિદ્યાર્થીઓના વાલીઓમાં ડર સાથે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બાબતે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા પહોંચેલા એક વિદ્યાર્થિની માતાની તબિયત અચાનક લથડી હતી અને તેઓને હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા.

સુરેન્દ્રનગર અને વઢવાણના ત્રણ વિધાર્થીઓ હાલ યુક્રેન-પોલેન્ડ બોર્ડર પર ફસાયા છે. હાર્દિક વિરમગામી, સુજાન વળદરીયા અને અલફાલ કનાડ નામના ત્રણ વિધાર્થીઓ 25 ફેબ્રુઆરીથી નીકળી ગયા હોવા છતાં તેમની પરત આવવાની કોઈ વ્યવસ્થા થઈ શકી નથી. ત્રણેય વિદ્યાર્થીઓનો ગઈકાલ સાંજથી કોઈ સંપર્ક ન થઈ શકતાં ચિંતાતુર વાલીઓ રજૂઆત કરવા કલેક્ટર કચેરીમાં દોડી ગયા હતા. દીકરાની ચિંતામાં રડીને બેહાલ થયેલા એક વિધાર્થીના માતાની કલેક્ટર કચેરીમાં જ તબિયત લથડતા તાત્કાલિક 108માં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં.

ગઈ કાલ સાંજથી વિધાર્થીઓ સાથે કોઈ સંપર્ક ન થઈ શકતાં કોઈ મદદની આશાએ વાલીઓ કલેક્ટર કચેરીમાં દોડી આવ્યા હતાં પરંતુ ત્યાં પણ અંદાજે દોઢ કલાદ સુધી વાલીઓને સાંભળવામા ન આવતા રજૂઆત કરવા આવેલા ત્રણેય વિધાર્થીઓના વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી. એક વિધાર્થીના માતાએ બે હાથ જોડીને રડતા રડતા પોતાના દીકરાને હેમખેમ પરત લાવવા રજૂઆત કરી હતી. અને દિકરાની ચિંતામાં રડીને બેહાલ થયેલી માતાની તબિયત બગડતા કલેક્ટર કચેરીમાં જ 108 બોલાવવામાં આવી હતી અને વિધાર્થીના માતાને હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments