Team Chabuk-Gujarat Desk: છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં કોરોના કાબૂમાં છે પરંતુ જૂનાગઢના કેશોદમાંથી ફરી એકવાર ચિંતાજનક સમાચાર આવ્યા છે. અહીં તાલુુકાના મેસવાણની સરકારી પે.સેન્ટર શાળાના ત્રણ વિધાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવતા સ્થાનિક આરોગ્ય તંત્ર દોડતુ થઈ ગયું છે. સાથે સાથે સ્કૂલનું તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. જો કે, સારી વાત એ છે કે ત્રણે વિદ્યાર્થીની હાલત હાલ સ્થિર છે. ત્રણેને હોમ આઈસોલેટ રખાયા છે. ઉલ્લેખનીય છે કે, મેસવાણની સરકારી શાળામાં કુલ 385 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ તમામ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવા આદેશ અપાયો છે.
મેસવણ ગામમાં પણ કોરોનાએ કહેર વરતાવ્યો છે. તાજેતરમાં જ કુલ 17 કેસ આવતા મેસવણમાં નવરાત્રિની ઉજવણી પણ બંધ રાખવામાં આવી છે. જેથી ગામલોકોએ મેસવણમાં રહેતા પરપ્રાંતિય શ્રમિકોના કોરોના ટેસ્ટ કરાવવા તેમજ તેમના રસિકરણની વ્યવસ્થા કરવા પણ આરોગ્ય તંત્રને અપીલ કરી છે. ગુજરાતમાં છેલ્લા 7 દિવસમાં આ બીજી શાળા કોરોનાની ઝપેટમાં આવી છે. કોરોના કેસ આવતા 7 દિવસમાં રાજ્યની બીજી શાળા બંધ કરવાની ફરજ પડી છે.

આ પહેલાં સુરતના અડાજણના હનીપાર્ક રોડ પર આવેલી એલ.પી.સવાણી સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તપાસ દરમિયાન અન્ય બે વિદ્યાર્થી પણ કોરોના સંક્રમિત મળ્યા હતા. એક સ્કૂલમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવતા રાંદેર ઝોનના નાયબ આરોગ્ય અધિકારી કેતન ગરાસિયા ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા.

ગઈકાલે રાજ્યના 27 જિલ્લા અને 4 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા 21 કેસ ફક્ત 6 જિલ્લા અને 4 મનપામાં નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદ શહેરકમાં 6, સુરત શહેરમાં 3, નવસારીમાં 3, જૂનાગઢમાં 2, સુરત જિલ્લામાં 3, ખેડામાં 1, રાજકોટ 1, વડોદરામાં 1, વડોદરા શહેરમાં 1 કેસ નોંધાયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત