Team Chabuk-Political Desk: ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ઉત્તરાખંડમાં સત્તા પર રહેલી ભાજપ સરકારના કેબિનેટ મંત્રી યશપાલ આર્ય અને તેમના ધારાસભ્ય પુત્ર સંજીવ આર્યએ ભાજપ છોડીને કોંગ્રેસને હાથ પકડ્યો છે. ઉત્તરાખંડ સરકારના પરિવહન મંત્રી યશપાલ આર્ય અને પુત્ર સંજીવ આર્ય આજે દિલ્હીમાં કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે. કોંગ્રેસમાં જોડાઈને બન્નેએ ઘરવાપસી કરી લીધી છે.
LIVE: Press briefing by Shri @kcvenugopalmp Shri @rssurjewala & Shri @devendrayadvinc at AICC HQ https://t.co/pGfypaf6p3
— Congress (@INCIndia) October 11, 2021
દિલ્હીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલા, અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અને પ્રદેશ પ્રભારી દેવેન્દ્ર યાદવની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન યશપાલ આર્ય અને સંજીવ આર્ય કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આ દરમિયાન પ્રીતમ સિંહ, ગણેશ ગોદિયાલ અને પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત પણ ઉપસ્થિત રહ્યા.
Shri @RahulGandhi welcomes Shri Yashpal Arya & Shri Sanjeev Arya into the Congress party in the presence of Shri @kcvenugopalmp Shri @harishrawatcmuk Shri @devendrayadvinc Shri @UKGaneshGodiyal Shri @incpritamsingh & Smt. @DipikaPS pic.twitter.com/C84nOiS3TC
— Congress (@INCIndia) October 11, 2021
યશપાલ આર્ય બાજપુર અને તેમના પુત્ર સંજીવ આર્ય નૈનીતાલ બેઠક પરથી ધારાસભ્ય છે. યશપાલ આર્ય પુષ્કર સિંહ ધામીની સરકારમાં મંત્રી પણ હતા અને તમની પાસે કુલ 6 વિભાગની જવાબદારી હતી. જેમાં પરિવહન, સમાજ કલ્યાણ, અલ્પસંખ્યક કલ્યાણ, વિદ્યાર્થી કલ્યાણ, નિર્વાચન અને આબકારી વિભાગનો સમાવેશ થતો હતો. યશપાલ આર્યએ ગત જુલાઈ મહિનામાં જ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની સાથે મંત્રી પદના શપથ લીધા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત