Team Chabuk-Gujarat Desk: ગોધરાના ઓરવાડા પાસે કાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. ઉજ્જૈનથી પરત ફરતી વખતે કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં 3ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. કારનું ટાયર ફાટતાં કાર ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
મળતી માહિતી અનુસાર, ગોધરાના ઓરવાડાના નંદાપુરા બ્રિજ પરથી કાર પસાર થઇ રહી હતી. આ દરમિયાન અચાનક કારનું ટાયર ફાય્યું હતું. કારનું ટાયર ફાટતા કાર રોંગસાઇડમાં જઇને ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેને લઇને કારમાં સવાર 3 યુવાનોના મોત થયા જ્યારે અન્ય બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

ઇજાગ્રસ્ત બન્ને યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ખંભાતના 5 યુવાનો ઉજ્જૈનથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ગોધર નજીક આ દુર્ઘટના બની હતી. યુવાનો ખંભાતના ઉંદેલ ગામના વતની હોવાનું જાણવા મળી રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત