Team Chabuk-Political Desk: વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાત કોંગ્રેસને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ છોડીને ભાજપનો ભગવો ધારણ કરી રહ્યા છે. ત્યારે આજે અખાત્રીજના દિવસે વધુ એક કોંગ્રેસના ધારાસભ્યએ પક્ષ સાથે છેડો ફાડીને ભાજપનો કેસરી ખેસ ધારણ કરી લીધો છે. કોંગ્રેસના ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને આજે ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે અશ્વિન કોટવાલ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે.
કમલમ ખાતે આજે અશ્વિન કોટવાલ પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના દિગ્ગજ નેતાઓની હાજરીમાં કેસરિયા કર્યા હતા. અશ્વિન કોટવાલે વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. અશ્વિન કોટવાલની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા.
આદિવાસી પ્રભુત્વ ધરાવતા ખેડબ્રહ્મા વિસ્તારમાં છેલ્લી 3 ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય રહેલા અશ્વિન કોટવાલે આખરે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. આજે સવારે તેમણે પક્ષ પ્રમુખને સંબોધીને પક્ષમાંથી રાજીનામું આપ્યું છે, તો સાથે સાથે તેમણે ધારાસભ્ય પદેથી પણ પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યને આપ્યું હતું.
અશ્વિન કોટવાલના રાજીનામા સાથે વિધાનસભામાં હવે 178 ધારાસભ્યો થયા છે. કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 63 પહોંચી ગયુ છે. તો ભાજપનું સંખ્યાબળ 111 થયુ છે. વિધાનસભાના આંકડા પર નજર કરીએ તો, ભાજપના 111, કોંગ્રેસના 63, BTP ના 2 ધારાસભ્યો, અપક્ષ 1 ધારાસભ્ય, એનસીપી 1 ધારાસભ્ય છે. આ ઉપરાંત વિધાનસભાની 4 બેઠકો ખાલી છે. જેમાં ખેડબ્રહ્મા, ભિલોડા, ઊંઝા, દ્વારકાનો સમાવેશ થાય છે.
2017 બાદ આ ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી
- કુંવરજી બાવળીયા- જસદણ
- જવાહર ચાવડા- માણાવદર
- અલ્પેશ ઠાકોર- રાધનપુર
- ધવલસિંહ ઝાલા- બાયડ
- પુરુષોત્તમ સાબરીયા- ધ્રાંગધ્રા
- જે.વી.કાંકડિયા- ધારી
- સોમા ગાંડા પટેલ- લીંબડી
- પ્રવિણભાઇ મારુ- ગઢડા
- પદ્મનસિંહ જાડેજા- અબડાસા
- મંગળ ગામીત- ડાંગ
- બિજેશ મેરજા- મોરબી
- જીતુ ચૌધરી- કપરાડા
- અક્ષય પટેલ- કરજણ
- આશાબહેન પટેલ- ઊંઝા
- વલ્લભભાઈ ધારવિયા- જામનગર ગ્રામ્ય
- અશ્વિન કોટવાલ- ખેડબ્રહ્મા
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત