Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં એક યુવકે બીમારીથી કંટાળીને આપઘાત કરી લીધો. શહેરના વિલિંગ્ડન ડેમમાં ઝંપલાવી યુવકે જીવન ટૂંકાવી લીધું. મળતી માહિતી મુજબ દાતાર રોડ વાણંદ સોસાયટીમાં રહેતા મેહુલ હરિભાઈ ટાટમીયા નામના 35 વર્ષીય યુવક છેલ્લા 5 વર્ષથી અસ્થમાની બીમારીથી પીડિત હતો.
તાજેતરમાં વિલીંગ્ડન રેકડી ધારકોને અજાણ્યા યુવકનો મૃતદેહ જોવા મળતા તેઓ એકઠાં થઈ ગયા હતા. તાયરબાદ ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમે યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો હતો. બીજી તરફ મૃતક યુવકની ઓળખવિધી શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, મરનાર વ્યક્તિ મેહુલ હરિભાઈ ટાટમીયા છે. યુવકની ઓળખ થયા બાદ તેના પરિવારને જાણ કરાઈ હતી. જવાનજોધ પુત્રનું મોત થયું હોવાની જાણ થતા તેના પરિવાર પર આભ તૂટ્યું હતું.
મળતી માહિતી મુજબ મેહુલ ટાટમીયા છેલ્લા 5 વર્ષથી અસ્થમા માતની બીમારી પીડાતો હતો અને પોતે પરણીત હતો. જૂનાગઢમાં જ વાણંદની દુકાન ધરાવતો હતો. હાલ ભવનાથ પોલીસે સમગ્ર મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
