Team Chabuk-Gujarat Desk: આજે ચૂંટણી કમિશન બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે. મહત્વનું છે કે, નવેમ્બરના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
Election Commission of India to hold a press conference later today, in Delhi. The election schedule of Assembly elections to Gujarat and Himachal Pradesh to be announced. pic.twitter.com/Xd2NGdfnmQ
— ANI (@ANI) October 14, 2022
ગત ચૂંટણી એટલે કે 2017માં 25 ઓક્ટોબર, 2017ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. પહેલા તબક્કામાં 89 વિધાનસભા બેઠકો માટે 19 જિલ્લામાં 9 ડિસેમ્બરે મતદાન થયું હતું અને બીજા તબક્કામાં 14 ડિસેમ્બરે 93 વિધાનસભા બેઠકો માટે 14 જિલ્લામાં મતદાન થયું હતું. ગત વખતે ૧૦ ઓક્ટોબરના રોજ હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે તારીખો જાહેર થઈ હતી.
ગુજરાતમાં આજે ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. રાજકિય નિષ્ણાતોના મતે હજુ ગુજરાતમાં ઘણાં બધા સરકારી કાર્યક્રમો બાકી છે. એક તો ડિફેન્સ એક્સપો જે 20-21-22 ઓક્ટોબરે આયોજીત છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે. આવા સંજોગોમાં ગુજરાતની ચૂંટણી જાહેર થવાની શક્યતા ઓછી લાગી રહી છે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા