Homeગામનાં ચોરેઅલવિદા યોદ્ધા ‘ઝૂમ’ : બે ગોળી વાગી, લોહિલૂહાણ થયો છતાં આતંકીને ન...

અલવિદા યોદ્ધા ‘ઝૂમ’ : બે ગોળી વાગી, લોહિલૂહાણ થયો છતાં આતંકીને ન છોડ્યા, સંપૂર્ણ સન્માન સાથે કરાઈ અંતિમવિધી

Team Chabuk-National Desk: કોઈ પણ જોખમમાં હંમેશા સેનાના જવાનોની આગળ રહેતો ‘ઝૂમ’ હવે આપણી વચ્ચે નથી રહ્યો. તેણે મા ભોમની રક્ષા માટે પોતાના જીવનનું બલિદન આપી દીધું છે. 13 ઓક્ટોબરે ઝૂમે પોતાનના પ્રાણ ત્યજી દીધા. હોસ્પિટલના બિછાને મોત સામે લડતા લડતા તેણે હંમેશા માટે પોતાની આંખો બંધ કરી લીધી. જો કે, ઈતિહાસમાં તે અમર થઈ ગયો. કારણ કે જો 9 ઓક્ટોબરે ઝૂમ ન હોત તો ઝૂમના સ્થાને સેનાના કેટલાય જવાનોને બલિદાન આપવું પડ્યું હોત.

સંપૂર્ણ સન્માન સાથે ‘ઝૂમ’ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેને ગાર્ડ ઓફ ઓનર અપાયું સાથે જ તેની આત્માની શાંતિ માટે સેનાના ઉચ્ચ અધિકારીઓ અને સૈનિકોએ પ્રાર્થના કરી. ચિનાર કોર્પ્સે ઝૂમને અપાયેલી અંતિમ સલામીનો એક વીડિયો જાહેર કર્યો છે. ચિનાર કોર્પ્સે લખ્યું છે કે, અનંતનાગના ટંગપાવા ઓપરેશનમાં બલિદાન આપનારા શૂરવીર ઝૂમને ભાવભીનિ શ્રદ્ધાંજલિ.

ઝૂમ આર્મીનો એક સૈનિક હતો પરંતુ તફાવત માત્ર એટલો જ છે કે તે મનુષ્ય નહીં પરંતુ એક શ્વાન હતો. જો કે, કોઈ પણ આતંકી પ્રવૃત્તિ સામેના ઓપરેશનમાં તે હંમેશા સેનાના જવાનોની આગળ રહેતો. 9 ઓક્ટોબરે પણ કંઈક આવું જ થયું પરંતુ ઈશ્વરને કંઈક અલગ મંજૂર હશે.

9 ઓક્ટોબરે સેનાને ગુપ્ત માહિતી મળી કે જમ્મુ-કશ્મીરના અનંતનાગના એક વિસ્તારમાં લશ્કર-એ-તૈયબાના આતંકીઓ છુપાયા છે. માહિતી મળતા જ ભારતીય જવાનોએ CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસની મદદથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું. માહિતી સાચી પડી. અહી એક વિસ્તારમાં આતંકીઓ છુપાયા હતા. જો કે, સેનાને તેની પોઝિશન અને આતંકીઓની ચોક્કસ સંખ્યાની જાણ ન હતી. સેનાની ટીમ આવી ગઈ હોવાની જાણ થતાં જ આતંકીઓ પણ સતર્ક થઈ ગયા. સેનાએ ચેતવણી આપી પરંતુ તેઓ બહાર ન નીકળ્યા.

આતંકીઓ એક ઘરમાં છુપાયા હોવાની પુષ્ટિ થતાં ઝૂમની મદદ લેવાઈ. સેનાએ ઝૂમને હાંકલ કરી અને આતંકીઓને દરમાંથી બહાર કાઢવા આદેશ આપ્યો. આદેશ મળતા જ ઝૂમ આતંકીઓ જે ઘરમાં હતા તે ઘરમાં ઘૂસી ગયો. ઝૂમની પીઠ પર એક કેમેરો લગાવ્યો હતો જેના આધારે સેના નક્કી કરી શકી કે ઘરમાં બે આતંકીઓ છુપાયા છે. આ તરફ ઘરમાં ઘૂસને ઝૂમ આતંકીઓ પર તૂટી પડ્યો. જો કે, તેમાંથી એક કાયર આતંકીએ ઝૂમ પર ગોળીઓ વરસાવી. ઝૂમને બે ગોળીઓ લાગી, તે લોહિલૂહાણ થઈ ગયો. જો કે, આતંકીઓને છોડે તો યોદ્ધા શેનો ? તે લડતો રહ્યો. આતંકીઓ પર હુમલા કરતો રહ્યો જેના કારણે આતંકીઓનું ધ્યાન હટ્યું અને બાકીનું કામ સેનાના જવાનોએ પુરું કર્યું. એ જ સ્થળે બંને આતંકીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા. આ સમગ્ર અથડામણમાં ઝૂમ ઉપરાંત બે જવાનો પણ ઈજાગ્રસ્ત થયા.

ઓપરેશન પૂર્ણ થતાં જ ઝૂમ અને બંને સૈનિકોને તાત્કાલિક આર્મીની હોસ્પિટલમાં લઈ જવાયા અને સારવાર શરૂ કરાઈ. આર્મીના ડૉક્ટરની દેખરેખમાં ઝૂમને બચાવવાની સંપૂર્ણ કોશિશ કરાઈ પરંતુ ઈજા એટલી ગંભીર હતી કે ઝૂમે હંમેશા માટે પોતાની આંખો બંધ કરી લીધી.

ઝૂમની ઉંમર 2 વર્ષ અને 1 મહિના જેટલી હતી. છેલ્લા 8 મહિનાથી તે 28 આર્મી ડોગ યુનિટમાં ફરજ બજાવી રહ્યો હતો. 10 ઓક્ટોબરે પણ ચિનાર કોર્પ્સે એક વીડિયો શેર કર્યો હતો જેમાં બહાદૂર ઝૂમનો પરિચય આપ્યો હતો.

મહત્વનું છે કે, સેનામાં ઝૂમ જેવા અસોલ્ટ ડોગનું ખાસ કામ હોય છે. જેમને ખાસ કરીને આતંકીઓની શોધખોળ, આતંકીઓ પર હુમલો કરવા તેમજ આતંકીઓને મારવાની ટ્રેનિંગ આપવામાં આવે છે જેમાં તે પોતાના હેન્ડલરના તમામ આદેશ માને છે. તેઓ એટલા વફાદાર હોય છે કે, ગમે તેવી ગોળીઓનો વરસાદ થતો હોય કે બોમ્બમારો તે પોતાના હેન્ડલરનો સાથ ક્યારેય નથી છોડતા.

તો કોઈ ઓપરેશનમાં આતંકીઓના મૃત્યુની પુષ્ટી તેમજ તેની પાસે કોઈ વિસ્ફોટક છે કે નહીં તેની જાણકારી પણ આ વફાદાર દોસ્ત જ આપે છે. ઝૂમ પણ આમાથી એક હતો. આ પહેલાં કેટલાય આતંકીઓના સર્ચમાં તે સેનાની મદદ કરી ચુક્યો છે. મહત્વનું છે કે, ઝૂમ પહેલો નથી કે જેણે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા છે. આ પહેલાં 31 જુલાઈએ બારામુલામાં અસોલ્ટ ડોગ એક્સેલ શહીદ થયો હતો. એક્સેલની પીઠ પર કેમેરો લગાવીને આવા જ એક ઘરમાં મોકલાયો હતો જ્યાં આતંકી છુપાયા હતા. જો કે, જેવો એક્સેલ એ ઘરમાં પહોંચ્યો તો આતંકીઓએ ફાયરિંગ કર્યું. ત્રણ ગોળીઓએ એક્સેલના શરીરને વિંધી નાખ્યું. આ બહાદુરી માટે 15મી ઓગસ્ટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે એક્સેલને મરણોપરાંત વીરતા પુરસ્કારથી સન્માનિત કરાયો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments