Team Chabuk-Gujarat Desk: વડોદરાના પાદરા ડબકા તળિયા ભાઠા વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી આતંક મચાવનાર પાડો ઝડપાયો છે. પશુ રેસ્ક્યૂ ટીમે પાડાને પકડી લીધો છે. પાડો પકડાઇ જતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
ડબકાના તળિયા ભાઠાના વિસ્તારમાં પાડાના આતંકના કારણે લોકો છેલ્લા કેટલાય દિવસથી ભયના ઓથાર નીચે જીવી રહ્યા હતા. પાડાનો આતંક એટલી હદે વધી ગયો હતો કે કોઈ પાડાનું નામ લેતાની સાથે જ ગભરાઈ જતા હતા. એટલું જ નહીં આ જ પાડાના કારણે લોકો ઝાડ પર રહેવા મજબૂર બન્યા હતા.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકાના તળિયા ભાઠા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પાડાએ મચાવેલા આતંકના પગલે હાહાકાર મચી ગયો હતો. અનેક લોકોને ઇજા પહોંચાડનાર પાડાના ડરથી લોકો ઝાડ ઉપર ખાટલા બાંધીને રહેવા મજબૂર બન્યા હતા. ભાઠાના લોકો દિવસે પણ ઘરની બહાર નીકળી શકતા ન હતા.
પાદરા તાલુકાના ડબકા ગામ પાસેથી પસાર થતી મહી નદીના કિનારે તળિયા ભાઠા વિસ્તાર આવેલો છે. ડબકાના તળીયા ભાઠા અને ગંભીરાના ભાઠા વિસ્તારમાં 100 જેટલા લોકો છૂટાછવાયા રહે છે. છેલ્લા કેટલાય દિવસથી આ પાડો જે લોકોને જુએ તેના ઉપર જીવલેણ હુમલો કરી દેતો હતો. પાડાએ જેટલા લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચાડી હતી. સ્થિતિ એવી હતી કે, લોકો ઝાડ નીચે ઉતરીને પાણી ભરવા માટે જઇ શકતા ન હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
