Team Chabuk-Sports Desk: આજ રોજ ટી-20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમિફાઈનલ મેચનો જંગ જામશે. બીજી સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે ટકરાશે. આજે જે જીતશે તેની ફાઈનલ મેચમાં ટક્કર રવિવારે પાકિસ્તાન સામે થશે. બુધવારે રમાયેલી પ્રથમ સેમિફાઈનલ મેચમાં પાકિસ્તાને ન્યૂઝિલેન્ડને સાત વિકેટે પરાજય આપીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ત્યારે આજે ગુરુવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમિફાઈનલ મેચ રમાશે. ક્રિકેટ રસિકો ઈચ્છી રહ્યા છે કે આજની સેમિફાઈનલ મેચ ભારત જીતે. જેથી ફાઈનલમાં ભારત અને પાકિસ્તાનનો હાઈવોલ્ટેજ મુકાબલો જોવા મળી શકે.
T20 વર્લ્ડ કપ 2022માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમિફાઈનલ મેચ આજે એડિલેડના એડિલેડ ઓવલ મેદાન પર રમાશે. બપોરે 1-30 કલાકે મેચ શરૂ થશે અને મેચનો ટોસ બપોરે 1 વાગ્યે થશે.
મહત્વનું છે કે, આઈસીસી ટુર્નામેન્ટમાં છેલ્લા કેટલાક વર્ષનો ઈતિહાસ જોઈએ તો ભારતના પક્ષમાં નથી. ભારતીય ટીમ વર્ષ 2013થી છેલ્લા બે તબક્કાને પાર કરી શકી નથી. વર્ષ 2014ના ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં અને વર્ષ 2016ના ટી-20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારતીય ટીમ હારી ગઈ હતી. ભારતીય ટીમ ગત વર્ષે આયોજિત ટી-20 વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. ત્યારે આ વખતે ભારતીય ટીમ ટુર્નામેન્ટ જીતવામાં સફળ રહે છે કે કેમ તે જોવું રહ્યું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
