HomeતાપણુંGujarat election 2022: કૉંગ્રેસના વધુ એક ધારાસભ્યએ આપ્યું રાજીનામું, બે દિવસમાં કોંગ્રેસમાં...

Gujarat election 2022: કૉંગ્રેસના વધુ એક ધારાસભ્યએ આપ્યું રાજીનામું, બે દિવસમાં કોંગ્રેસમાં રાજીનામાની હેટ્રિક

Team Chabuk-Gujarat Desk: કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં આદિવાસી વિસ્તારમાંથી કોંગ્રેસને બીજો મોટો ફટકો પડ્યો છે. હવે ઝાલોદ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને ધારાસભ્યપદેથી રાજીખુશીથી રાજીનામું આપ્યું છે. વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.

મહત્વનું છે કે, બે દિવસમાં કોંગ્રેસને ઉપરા-ઉપરી ત્રણ મોટા ઝટકા લાગ્યા છે. પહેલાં મોહન રાઠવા ત્યારબાદ ભગા બારડ અને હવે ભાવેેેેશ કટારાએ કોંગ્રેસ છોડી છે. મોહન રાઠવા અને ભગા બારડની જેમ હવે ભાવેશ કટારા પણ કેસરિયા કરી શકે છે. આવતીકાલે ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.

ભાવેશ કટારા 2017માં કોંગ્રેસના નિશાન પરથી લડ્યા હતા અને ભાજપના ઉમેદવાર મહેશ ભૂરિયાને જંગી બહુમતિથી હરાવ્યા હતા. 2017માં મહેશ ભૂરિયાને કુલ 86 હજાર 77 મત મળ્યા હતા જ્યારે મહેશ ભૂરિયાને 60,667 મત મળ્યા હતા. એટલે કે ભાજપના મહેશ ભૂરિયા 25 હજાર 410 મતથી હાર્યા હતા.

આ પહેલાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાની તાલાળા બેઠકના ચાલુ ધારાસભ્ય ભગા બારડે કોંગ્રેસનો હાથ છોડ્યો હતો અને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. છેલ્લા કેટલાય સમયથી ભગા બારડ કોંગ્રસથી નારાજ હતા અને હવે તેમણે તેમની નારાજગી ખુલ્લીને વ્યક્ત કરી દીધી હતી. કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાય ગયા છે. સૌરાષ્ટ્રની તાલાળા બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. 1998, 2007, 2012 અને 2017માં કોંગ્રેસે આ સીટ પર અડ્ડો જમાવી રાખ્યો છે. માત્ર 2002માં ભાજપના ઉમેદવાર ગોવિંદ પરમારે કોંગ્રેસના ઉમેદવાર જશુ બારડને પાતળી સરસાઈથી હરાવ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments