Homeદે ઘુમા કેઆજની T20Iથી રોહિત-દ્રવિડ યુગનો આરંભ

આજની T20Iથી રોહિત-દ્રવિડ યુગનો આરંભ

Team Chabuk-Sports Desk: વિશ્વકપના આરંભમાં જ બહાર થઈ જનારી ટીમ ઈન્ડિયા આજે રનર્સ અપ ન્યૂઝીલેન્ડ સામે ટી ટ્વેન્ટી (T20I) શ્રેણીથી નવી શરુઆત કરશે. આજે કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ પોતાના અભિયાનનો આગાજ કરવાના છે. બુધવારથી શરૂ થઈ રહેલા ટી ટ્વેન્ટીના ત્રણ મેચના પ્રથમ મેચમાં આજે રોહિતની આગેવાનીમાં અને કોહલીની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાની અગ્નિપરીક્ષા છે. દ્રવિડ અને રોહિત શર્માની પાસે આગામી ટી ટ્વેન્ટી વિશ્વકપ પૂર્વે ટીમને તૈયાર કરવા અને ફરી વિશ્વ ક્રિકેટને દંગ કરવા અગિયાર મહિનાનો સમય છે.

આ વચ્ચે ટીમમાં બંનેએ આવશ્યક સુધારા અને પરિવર્તન લાવવાની જરૂર છે. ભારતીય ટીમમાં ક્રિકેટના નાના ફોર્મેટમાં ઓપનિંગમાં ઉતારવા માટે પાંચ વિકલ્પો છે. જોકે મધ્યક્રમ પડકારભર્યું છે. આજે ઓપનિંગ શરૂઆત કેપ્ટન અને વાઈસ કેપ્ટન રોહિત અને રાહુલ કરી શકે છે. કિશન અને ગાયકવાડના રૂપે બે બીજા વિકલ્પ હોવાના કારણે ભારતની ટીમ પ્રયોગ પણ કરી શકે છે.

બીજી બાજુ વેંકટેશે કેકેઆર તરફથી ઓપનિંગમાં બેટીંગ કરી પસંદગીકારોને પ્રભાવિત કર્યાં હતા. જોકે તક મળે તો તે મધ્યક્રમમાં બેટીંગ કરી શકે છે. સૂર્યકુમાર વિશ્વકપ દરમ્યાન પોતાની વિસ્ફોટક લય પ્રાપ્ત નહોતો કરી શક્યો. જોકે પરિસ્થિતિ મુજબ આ ખેલાડીને ચોથા નંબર માટે તૈયાર કરી શકાય છે.

આજે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા વેંકટેશ અય્યરને હાર્દિક પંડ્યાના વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. જેથી તે હાર્દિકનું સ્થાન પોતાના પ્રદર્શન દ્વારા છિનવી શકે છે કે નહીં તેના પર પણ સૌની મીટ મંડાયેલી છે. ન્યૂઝીલેન્ડની ટીમ સામે તેની બોલિંગનો ઉપયોગ કરી ચકાસવામાં આવી શકે છે કે તેને ભારતીય ટીમમાં ફાસ્ટ બોલરના ઓલરાઉન્ડર તરીકે સામેલ કરી શકાય છે કે નહીં.

advertisement-1

આઈપીએલમાં રમનારો વેંકટેશ લાંબા શોટ્સ રમવા માટે પ્રખ્યાત છે. વર્તમાન સમયે ટીમ ઈન્ડિયાને આવા જ એક પાવર હિટરની આવશ્યકતા છે. આઈપીએલમાં પોતાના પ્રદર્શન થકી જે ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, તેમાં હર્ષલ, ચહલ, આવેશ અને વેંકટેશનો સમાવેશ થાય છે. બીજી બાજુ ચહલને ટી ટ્વેન્ટી વિશ્વકપની ટીમમાંથી આઉટ કરવાનો નિર્ણય પણ ઘણો વિવાદાસ્પદ રહ્યો હતો.

બુમરાહ આ શ્રેણીમાં વિશ્રામ પર છે. એવામાં ભારતને એક પેસ ફાસ્ટ બોલરની શોધ છે. જે 140 કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી બોલ ફેંકી વિરોધી બેટરને પરેશાન કરી શકે. એવામાં આજે આવેશ અને સિરાઝ પર સૌની નજર રહેશે. સિરાઝ ઓલરેડી ટેસ્ટની ટીમમાં પોતાના અભુતપૂર્વ પ્રદર્શનથી સૌનો પ્રિય છે. ભુવનેશ્વરને લઈ વિશ્વકપમાં નામ બડે ઔર દર્શન છોટે જેવો ઘાટ ઘડાયો હતો. ગુજરાતી જાડેજાને વિશ્રામ આપતા તેની જગ્યાએ ગુજરાતી અક્ષર પટેલ છે. અનુભવીમાં અશ્વિન છે. કોચ દ્રવિડ અને કેપ્ટન રોહિત જે કરશે તે ઓસ્ટ્રેલિયાની સ્થિતિના આધાર પર કરશે, કારણ કે આવનારા વર્ષે ટી ટ્વેન્ટી વિશ્વકપ ઓસ્ટ્રેલિયામાં છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments