Homeદે ઘુમા કેઆજે પ્રથમ T20I: કેન વિલિયમસનની ગેરહાજરીમાં ટીમ સાઉદીના હાથમાં કમાન, રોહિત માટે...

આજે પ્રથમ T20I: કેન વિલિયમસનની ગેરહાજરીમાં ટીમ સાઉદીના હાથમાં કમાન, રોહિત માટે સોઢી બની શકે છે આફત

Team Chabuk-Sports Desk: T20I વિશ્વકપમાં ભારતને પરાજય આપી સકંટ પેદા કરનારી ન્યૂઝીલેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં ટોસ અને સાથે સાથે મેચ પણ હારી ગઈ હતી. ટીમે વિશ્વકપમાં બે મેચ ગુમાવ્યા, એક પાકિસ્તાન સામેનો અને બીજો મેચ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામેનો. ન્યૂઝીલેન્ડના બોલર્સ પણ મેચમાં કંઈ ખાસ ઉકાળી નહોતા શક્યા અને ઓસ્ટ્રેલિયાની સામે શરણાગતિ સ્વીકારી લીધી હતી.

આજની મેચ પૂર્વે કેપ્ટન કેન વિલિયમસનને આરામ આપવામાં આવ્યો છે. જેથી તેઓ ટી ટ્વેન્ટી (T20I) બાદ થનારી ટેસ્ટ શ્રેણી માટે ખૂદને તૈયાર કરી શકે. અવિરત ક્રિકેટના થાકથી ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન પણ પરેશાન છે. આઈપીએલ, વિશ્વકપ અને હવે ભારત સામેની શ્રેણી. કેનની અનુપસ્થિતિમાં ટીમ સાઉદીના હાથમાં ન્યૂઝીલેન્ડની કમાન હશે. સાઉદીની સાથે બોલિંગમાં બોલ્ટ તેમનો સાથ આપશે. બેટીંગમાં ડેરિલ મિશેલ જેવા ખેલાડીઓની હાજરી ન્યૂઝીલેન્ડને ખતરનાક બનાવી શકે છે.

ન્યૂઝીલેન્ડ એ ખેલાડીઓને પણ અવસર આપી શકે છે જેઓને યૂએઈમાં યોજાયેલા વિશ્વકપ દરમ્યાન ટીમમાં સ્થાન નથી મળ્યું. જેમાં જેમીસનનો પણ સમાવેશ થાય છે. જે ફક્ત અભ્યાસ મેચ રમ્યો હતો. આ વચ્ચે મેચમાં રોહિત અને સોઢીની વચ્ચે રસપ્રદ ટક્કર રહેવાની સંભવાના છે. ભારતીય કેપ્ટનને સ્પીનર્સ સામે રમવામાં અડચણ પડે છે. રોહિત સામે આ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ ન્યૂઝીલેન્ડની ટીમ કરશે તેમાં બેમત નથી.

આમ તો ન્યૂઝીલેન્ડ અને ભારતની વચ્ચે મેદાનમાં હુંફાળું વાતાવરણ રહેતું હોય છે. પરંતુ આજે ભારતની ટીમ ન્યૂઝીલેન્ડની સામે પ્રતિશોધના ઈરાદા સાથે ઉતરશે. આંકડાઓ ઉપર નજર નાખવામાં આવે તો ટી ટ્વેન્ટીમાં ન્યૂઝીલેન્ડનું પલડું ભારે છે. 9 ટી ટ્વેન્ટી તે જીતી ચૂકી છે. ભારત 8 અને એકનું કોઈ પરિણામ નથી આવ્યું. ભારતની નજર શ્રેણી વિજય પર રહેશે. લાંબા સમય બાદ હોમગ્રાઊન્ડ હોવાથી ફાયદો પણ થશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments