Team Chabuk-National Desk: બિહારના પટનામાં એક મહિલાને પાંચ મિનિટ જેટલા નજીવા સમયમાં વેક્સિનના બે શોટ ફટકારી દીધાંની ઘટના બની છે. જાણકારી પ્રમાણે મહિલાને કોવેક્સિન અને કોવીશિલ્ડના ડોઝ માત્ર પાંચ મિનિટના નજીવા અંતરમાં આપી દીધા. જોકે મહિલાની તબિયત સ્થિર છે અને તેમના શરીરમાં કોઈ પણ પ્રકારની આડ અસર થઈ નથી.
આ ઘટના પટનાના પુનપુન પ્રખંડની છે. જ્યાં 16 જૂનનાં રોજ સુનીલા દેવી નામની મહિલાને બે અલગ અલગ વેક્સિન લગાવી દેવામાં આવી છે. 63 વર્ષની મહિલા સુનીલા દેવી, વેક્સિન લગાવવા માટે બેલદારીચક માધ્યમિક શાળામાં પહોંચી હતી. અહીં નર્સ ચંચલા કુમારી અને સુનીલા કુમારી હાજર હતી. અધિકારીઓનું કહેવું છે કે નર્સની લાપરવાહીનાં કારણે આવું થયું છે.
ટીકાકરણ કેન્દ્ર પર સુનીલા દેવીએ પહેલા પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું ને પછી કોવીશીલ્ડ વેક્સિન લગાવી. એ પછી તેમને થોડી વાર માટે બેસવાનું કહેવામાં આવ્યું. જેને વેક્સિન લગાવવામાં આવે તેને જે તે સ્થળે અડધી કલાક સુધી બેસવાનું હોય છે. સુનીલા બેસેલી હતી ત્યારે બીજી નર્સે તેને વેક્સિનનો ડોઝ આપી દીધો. આ અંગે બંને ડોઝ લેનારી મહિલા સુનીલા દેવીનું કહેવું છે કે…
‘‘પ્રથમ વેક્સિનનો ડોઝ લીધા બાદ જ્યારે હું બેઠેલી હતી ત્યારે બીજી નર્સ ફરીથી ટીકો લગાવવા માંડી. મેં ના પાડી અને કહ્યું કે, મને એક હાથમાં વેક્સિન લાગી ચૂકી છે. તો તેમણે કહ્યું કે બીજો પણ એ જ હાથમાં લાગશે.’’
હાલ આ મહિલાની સ્થિતિ સ્થિર છે. જોકે તેઓને ડોક્ટરોની નજર હેઠળ રાખવામાં આવ્યા છે. આ ઘટનામાં પુનપુન ખંડના વિકાસ પદાધિકારી શૈલેષ કુમાર કેસરીએ કહ્યું કે, ‘‘આ લાપરવાહીના કારણે બંને નર્સ પાસેથી સ્પષ્ટીકરણ માગવામાં આવ્યું છે અને મહિલાને મેડિકલ સુરક્ષામાં રાખવામાં આવ્યા છે.’’
આવું માત્ર ભારતમાં જ નથી થયું. ગત્ત દિવસોમાં ઈટાલીમાં પણ એક મહિલાને વેક્સિનનાં છ ડોઝ લગાવી દીધા હતા. જોકે મહિલાની સ્થિતિ સ્થિર છે. કોવીશીલ્ડ વેક્સિનના બે ડોઝની વચ્ચે 12થી 16 અઠવાડિયાનો ગેપ રાખવામાં આવી રહ્યો છે. 13 મે 2021ના રોજ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હતો. તો કોવેક્સિનના બે ડોઝની વચ્ચે 28 દિવસનો ગેપ રાખવામાં આવ્યો છે.
કોવીશીલ્ડના બે ડોઝની વચ્ચે સમય મર્યાદા વધારવાના કારણે વિવાદ પણ થયો હતો. જે નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશને સમય મર્યાદા વધારી 12-16 અઠવાડિયા કર્યું હતું, તેમના ત્રણ સભ્યોએ જણાવેલું કે, હું આ નિર્ણયનું સમર્થન નથી કરતો. એ પછી સરકારે NTAGIના ચીફ ડો. એન.કે અરોડાને મીડિયાની સામે મોકલ્યા અને આ વાતની સ્પષ્ટતા કરાવી.
દેશમાં કોરોનાના બે ડોઝની વચ્ચે ગેપ વધારવાના સરકારના નિર્ણયને બ્રિટીશ ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ પણ આવકાર આપ્યો હતો. એસ્ટ્રાઝેનેકા ઓક્સફર્ડે જ વેક્સિનનો ફોર્મ્યુલા તૈયાર કર્યો છે. જ્યારે સીરમ ઈન્સસ્ટીટ્યુટ આને ભારતમાં કોવીશીલ્ડના નામે બનાવે છે. એસ્ટ્રાઝેનેકાની ક્લિનિકલ ટ્રાયલનાં મુખ્ય તપાસકર્તા પ્રો. એન્ડ્ર્યુ પોલાર્ડે કહ્યું છે કે, વેક્સિનનો સિંગલ ડોઝ બાદમાં બીજા અને ત્રીજા મહિનામાં વધારે સુરક્ષા આપે છે. એટલે કે તેના સુરક્ષાનું સ્તર વધી શકે છે. એવામાં ડોઝની વચ્ચેની સમય મર્યાદાને જો વધારવામાં આવે તો કંઈ ખોટું નથી.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ