Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોરોના વાઇરસની બીજી લહેર પીછેહઠ કરી રહી છે. તબક્કાવાર રાજ્યમાં કોરોના વાઇરસનું સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે. કોરોનાના નવા કેસ નહીંવત આવી રહ્યા છે. સાજા થવાના દરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આજની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં ગુજરાતભરમાં માત્ર 39 જ કોરોનાના નવા કેસ નોંધાયા છે. આજે કુલ 70 લોકોને સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે. આજે કોરોનાથી રાજ્યમાં એક પણ વ્યક્તિનું મોત નોંધાયું નથી જે સારી બાબત છે.
રાજકોટ, ગાંધીનગર અને ભાવનગર શહેરમાં એક પણ કેસ નહીં
રાજ્યમાં આજે સૌથી વધુ કેસ સુરત શહેરમાં નોંધાયા છે. સુરત (Surat) શહેરમાં 7 કેસ નોંધાયા છે જ્યારે 7 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સારા સમાચાર એ છે કે રાજ્યના રાજકોટ, ગાંધીનગર અને ભાવનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. આ ઉપરાંત અન્ય 20 જિલ્લામાં પણ કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, દેવભુમિ દ્વારકા, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને તાપી જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયો નથી.
રાજ્યમાં આજે 70 દર્દીઓને ડિસ્ચાર્જ (Discharge) કરાતા રાજ્યનો રીકવરી રેટ (Recovery Rate) વધીને 98.70 ટકા થઈ ગયો છે. અત્યાર સુધી રાજ્યમાં કૂલ 8,13,743 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હાલમાં કૂલ 606 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જેમાંથી 7 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 599 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કારણે 10,074 દર્દીઓના મોત થઈ ચુક્યા છે.
#CoronaUpdates#Gujarat માં આજે #COVID19 ના 39 નવા કેસ, શૂન્ય મોત, અને 70 લોકોને રજા આપવામાં આવી #GujaratCoronaUpdate pic.twitter.com/z58tjy1AdQ
— thechabuk (@thechabuk) July 16, 2021
આજે સાંજના પાંચ વાગ્યા સુધી રાજ્યમાં 2,73,547 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 45 વર્ષથી ઉપરના 47,136 લોકોને પ્રથમ ડોઝ અને 70,414 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 18-45 વર્ષની વય જૂથના કૂલ 1,38,064 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 6415 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી કૂલ 2,90,27,804 રસીનો ડોઝ આપવામાં આવ્યા છે.
રાજ્યમાં કોરોનાના નવા કેસ છેલ્લા કેટલાક દિવસથી સ્થિર થઈ ગયા છે. છેલ્લા પાંચ દિવસથી રાજ્યમાં કોરોનાના નવા કેસ 30 થી 40ની વચ્ચે આવી રહ્યા છે. જેથી રાજ્યના આરોગ્ય તંત્ર અને સરકારે પણ રાહતનો શ્વાસ લીધો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત