Homeગુર્જર નગરીકોરોનાના વળતા પાણી પણ એક્ટીવ કેસે વધારી ચિંતા

કોરોનાના વળતા પાણી પણ એક્ટીવ કેસે વધારી ચિંતા

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત બીજા દિવસે ઘટ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12 હજાર 978 કેસ નોંધાયા છે જ્યારે કુલ 153 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. બીજી તરફ એક્ટીવ કેસની સંખ્યામાં વધારો થયો છે. રાજ્યમાં કુલ એક્ટીવ કેસની સંખ્યા દોઢ લાખ નજીક પહોંચી ગઈ છે. હાલ રાજ્યમાં કુલ 1 લાખ 46 હજાર 818 એક્ટીવ કેસ છે. કુલ એક્ટીવ કેસમાંથી 722 દર્દીઓની હાલત ગંભીર છે.

અમદાવાદમાં 4,744 કેસ

અમદાવાદમાં પણ કોરોનાના કેસનો આંકડાએ થોડી રાહત આપી છે. અમદાવાદમાં નવા કેસનો આંકડો પાંચ હજાર નીચે પહોંચ્યો છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યના મળીને છેલ્લા 24 કલાકમાં 4 હજાર 744 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરત જિલ્લામાં કોરોનાના કુલ કેસ 1 હજાર 883 નવા કેસ નોંધાયા છે જ્યારે વડોદરા જિલ્લામાં કોરોનાના કુલ 735 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ગાંધીનગરમાં પણ 315 કેસ સામે આવ્યા છે.

સૌરાષ્ટ્રમાં કોરોનાનું તાંડવ

સૌરાષ્ટ્રમાં કોરના વાયરસનું તાંડવ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં કોરોનાના કુલ 528 કેસ નોંધાયા છે તો જામનગર જિલ્લામાં પણ કુલ 707 નવા કેસ સામે આવ્યા છે. ભાવનગર જિલ્લામાં એક દિવસમાં કુલ 658 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં 293, અમરેલીમાં 119, ગીર સોમનાથમાં 104, સુરેન્દ્રનગરમાં 92, દેવભૂમિ દ્વારકામાં 30, પોરબંદરમાં 53, બોટાદમાં 27 કેસ, મોરબીમાં 90 અને કચ્છમાં 169 કેસ નોંધાયા છે.

મહેસાણા, બનાસકાંઠામાં વધ્યા કેસ

આ તરફ મહેસાણામાં 565, બનાસકાંઠામાં 226, વલસાડમાં 117, નવસારીમાં 97, પંચમહાલમાં 109, છોટા ઉદેપુરમાં 97, તાપીમાં 79, ખેડામાં 174 કેસ, આણંદમાં 161, સાબરકાંઠામાં 142, નર્મદામાં 121 કેસ, પાટણમાં 173, મહીસાગરમાં 169 કેસ નોંધાયા છે.

વધુ 11,146 દર્દીઓ સાજા થયા

રાજ્યમાં આજે કુલ 11,146 દર્દીઓએ કોરોનાને મ્હાત પણ આપી છે. સાથે જ રસીકરણ અભિયાનને પણ વેગ અપાયો છે. આજે રાજ્યમાં કુલ 1,27,009 વ્યક્તિઓનું રસી આપવામાં આવી હ તી. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 98,73,963 વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો જ્યારે 25,57,405 વ્યક્તિઓને રસીનો બીજો ડોઝ અપાયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,24,31,368 રસીના ડોઝ અપાયા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments