Homeગામનાં ચોરેએક-એક શ્વાસ માટે દર્દીઓ તડપ્યા, ઓક્સિજનના અભાવે 24 દર્દીઓના મોત

એક-એક શ્વાસ માટે દર્દીઓ તડપ્યા, ઓક્સિજનના અભાવે 24 દર્દીઓના મોત

Team Chabuk-National Desk:  દેશમાં વધુ એક રાજ્યમાં ઓક્સિજનની અછતના કારણે કરુણાંતિ કા સર્જાઈ છે. કર્ણાટકના ચામરાજનગરમાં ઓક્સિજનની અછતના કારણે 24 દર્દીઓના શ્વાસ રૂંધાઈ ગયા. એક સાથે 24 દર્દીઓના મોતથી હોસ્પિટલમાં હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. દર્દીઓના સગાઓની ચીસો હોસ્પિટલમાં ગુંજી રહી હતી સાથે જ જવાબદારો સામે આક્રોષ પણ વ્યક્ત કરી રહી હતી. બીજી આટલી મોટી દુર્ઘટના બાદ તંત્રની આંખો ખુલી હતી અને તાત્કાલિક અઢીસો ઓક્સિજન સિલિન્ડર હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.

દાવો છે કે, ચામરાજનગર હોસ્પિટલને બેલ્લારીથી ઓક્સિજન મળવાનું હતું પરંતુ ઓક્સિનને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મોડું થઈ ગયું હતું. જેથી આટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે. દાવો છે કે  જે લોકોનું મૃત્યું થયું તેમાં મોટા ભાગના દર્દીઓ વેન્ટિલેટર પર હતા. ઓક્સિજન ન મળી શકવાના કારણે તેઓ તડપી રહ્યા હતા. બીજી તરફ તેમના પરિવારજનો પણ રડી-રડીને અડધા થયા હતાં.

કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. કે સુધાકરે આ મુદ્દે કહ્યું કે , ચામરાજનગરની દુર્ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. મે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી છું. હું મૈસુર, મંડ્યા અને ચામરાજનગર જઈ રહ્યો છે. ત્યાં જઈને માહિતી મેળવીશ કે દુર્ઘટના કેવી રીતે સર્જાઈ ઉપરાંત તેના નિરાકરણની પણ પુરી કોશિશ કરીશ.

આ પહેલાં કાલાબુર્ગીના કેબીએન હોસ્પિટલમાં ઓક્સિજનની કમીથી ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો. તો આ જ દિવસે કર્ણાટકના જ યદગિર સરકારી હોસ્પિટલમાં પાવર કટ થતાં વેન્ટિલેટર પર  રહેલાં એક દર્દીએ પણ જીવ ગુમાવ્યો હતો. આમ, છેલ્લા અઠવાડિયામાં કર્ણાટકમાં કેટલાય દર્દીઓ ઓક્સિજનની અછત અને બેદરકારીના કારણે મોતને ભેટ્યાનો આરોપ છે.

હાલ કર્ણાટકમાં કોરોનાનો કહેર યથાવત છે. અત્યાર સુધીમાં કર્ણાટકમાં 16 લાખથી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. રવિવારે કર્ણાટકમાં વધુ 37 હજાર પોઝિટિવ કેસ નોંધાયા હતા અને 217 દર્દીઓનું મૃત્યુ થયું હતું. જેમ જેમ કેસ વધી રહ્યા છે તેમ કર્ણાટકમાં ઓક્સિજનની સમસ્યા પણ સર્જાઈ રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments