Team Chabuk-Sports Desk: ટોક્યો ઓલિમ્પિકનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. થોડા દિવસમાં જ રમતોનો મહાકૂંભ શરૂ થઈ જશે. જો કે, તાજેતરમાં જ આયોજકોએ વધુ એક એવો નિર્ણય લઈ લીધો છે જેનાથી વિવાદ સર્જાયો છે. આયોજકોએ ખેલાડીઓના રૂમમાં એન્ટી-સેક્સ બેડ મૂકવાનો નિર્ણય લીધો છે. જેનાથી કેટલાક ખેલાડીઓ લાલઘૂમ થયા છે. આ બેડ એવા છે જેના પર ખેલાડી ઈચ્છે તો પણ સેક્સ નહીં કરી શકે.
કાર્ડબોર્ડથી બનાવાયા બેડ
એન્ટી-સેક્સ બેડ કાર્ડબોર્ડથી બનાવાય છે. આ બેડને એવી રીતે બનાવવામાં આવે છે કે તેના પર એક વ્યક્તિ એક જ વાર સુઈ શકે છે. જો આ બેડ પર એકથી વધુ લોકોએ ચઢવાની કોશિશ કરી તો બેડ તૂટી જશે. એટલું જ નહીં જો બેડ પર વધુ દબાણ આવ્યું તો પણ તે ટકી શકશે નહી. એવામાં આ બેડ પર સેક્સ તો અશક્ય છે.
They were actually designed for environmental-friendliness, you’re just bad at researching.https://t.co/ZPavhGAy05
— Brian Schwind (@brian_schwind) July 18, 2021
ખેલાડીઓએ ઉઠાવ્યા સવાલ
કેટલાય ખેલાડીઓએ આયોજકોના આ નિર્ણયનો વિરોધ પણ કર્યો છે અને નારાજગી વ્યક્ત કરી છે. કેટલાક ખેલાડીએ ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યા છે કે શું જો બેડ તૂટી જશે તો જમીન પર ઊંઘવું પડશે ?
આ ઉપરાંત કેટલાક ખેલાડીઓએ એવા પણ સવાલ ઉઠાવ્યા છે કે, પાતળા બેડ પર રાતભર સુવામાં તેઓ સવારે તાજગી નહીં અનુભવી શકે. જેની સીધી અસર તેની રમત પર થશે.
ઉલ્લેખનીય છે કે, આ વખતે આયોજકો એવો પ્રયાસ કરી રહ્યા છે કે, ટોક્યો ઓલિમ્પિક વિલેજમાં કોરોનાની એન્ટ્રી ન થાય. જેના માટે ઓલિમ્પિક વિલેજમાં આ બેડ લગાવાયા છે. આ બેડથી સોશિયલ ડિસ્ટંસિંગ જાળવવાનો પણ આયોજકોનો હેતું છે.
આ પહેલાં પણ ટોક્યો ઓલિમ્પિકના આયજકોએ એક વિવાદિત નિર્ણય લીધો હતો. આ પહેલાં આયોજકોએ નિર્ણય કર્યો હતો કે, ખેલાડીઓને 1 લાખ 60 હજાર કોન્ડોમ આપવામાં આવશે. જેને લઈને પણ ખૂબ વિવાદ થયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત