Team Chabuk-Tech Desk: ઈન્ટરનેટ સ્પીડમાં ઝડપથી થઈ રહેલી ક્રાંતિએ લોકોનું જીવન સરળ બનાવી દીધું છે. ચીન અને અમેરિકા જેવા દેશોમાં 6Gનું ટેસ્ટિંગ શરૂ કરી દેવાયું છે. તો આ તરફ હવે જાપાનના નેશનલ ઈનસ્ટીટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન્સ ટેકનોલોજીની લેબમાં થયેલા ટેસ્ટિંગ દરમિયાન ઈન્ટરનેટની સ્પીડ 319 ટેરાબાઈટ્સ (TB) પ્રતિ સેકન્ડ નોંધવામાં આવી છે. જેણે ઈન્ટરનેટની સ્પીડના અત્યાર સુધીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
1 સેકન્ડમાં 57 હજાર ફિલ્મ ડાઉનલોડ કરી શકાય !
ગયા વર્ષે આ પ્રકારના જ એક ટેસ્ટમાં સ્પીડ 178 ટેરાબાઈટ (TB) પ્રતિ સેકેન્ડ આવી હતી. ઉલ્લેખનીય છે કે, 1 TBમાં 1024 GB હોય છે. એટલે કે, આ નવી સ્પીડથી તમે એક સેકન્ડમાં 57 હજાર ફિલ્મો ડાઉનલોડ કરી શકો છો. અમેરિકા સ્પેસ એજન્સી નાસા પણ 440 ગીગાબાઈટ પ્રતિ સેકેન્ડની ઈન્ટરનેટ સ્પીડનો ઉપયોગ કરે છે.
ઓપ્ટિકલ ફાઈબર કેબલમાં કરાયા ફેરફાર
જાપાનની લેબમાં નોંધવામાં આવેલી ઈન્ટરનેટ સ્પીડથી મોટી ફાઈલ પણ આંખની પાંપણ ઝબકાવતા થઈ શકે છે. આ સ્પીડ દુનિયાભરમાં સૌથી વધુ છે. આ સ્પીડનો અંદાજો એક સેકન્ડમાં 57 હજાર ફિલ્મ ડાઉનલોડ કરી શકાય છે તેનાથી જ લગાવી શકાય છે. રિસર્ચ મુજબ હાલના ઓપ્ટિકલ ફાઈબર કેબલમાં કેટલાક જરૂરી ફેરફારથી જ આ સ્પીડ મેળવી શકાય છે. જેમાં ખર્ચ પણ ઓછો થશે. જાપાનની લેબએ પણ આ સ્પીડ મેળવવા માટે ઓપ્ટિકલ ફાઈબર કેબલનો ઉપયોગ કર્યો છે.
ગયા મહિને રિપોર્ટ રજૂ કરાયો
જાપાનની લેબમાં કરાયેલા આ ટેસ્ટનો રિપોર્ટ ગયા મહિને ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઓપ્ટીકલ ફાઈબર ક્મયુનિકેશન્સમાં રજૂ કરાયો હતો. રિપોર્ટમાં કહેવાયું છે કે, આના માટે NIICTએ 3001 કિલોમીટર લાંબુ એક ટ્રાન્સમીટર તૈયાર કરાયું હતું. જો કે, આ રિપોર્ટમાં એ પણ કહેવાયું છે કે, આ પ્રોજેક્ટને લોકો સુધી પહોંચાડવા માટે હજુ સમય લાગશે. આ સ્પીડ મેળવવા માટે રિસર્ચરે ખાસ ધાતુથી બનેલા એમ્પીફાયર અને અલગ-અલગ વેવલૈંથ માટે 552 ચેનલ કોમ્બ લેઝરનો ઉપયોગ કર્યો હતો. રિસર્ચની ટીમને લાગે છે કે, વધુ રિસર્ચ પર આ સ્પીડ કરતાં પણ વધુ ઈન્ટરનેટ સ્પીડ મેળવી શકાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત