Homeગામનાં ચોરેલગ્નમાં કંઈક નવું કરવામાં ખોટું થઈ ગયું, દુલ્હન વિરુદ્ધ નોંધાયો ગુનો

લગ્નમાં કંઈક નવું કરવામાં ખોટું થઈ ગયું, દુલ્હન વિરુદ્ધ નોંધાયો ગુનો

Team Chabuk-National Desk: પુણેમાં કંઈક નવું કરવાની ચાહનામાં નવવધૂ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ. પુણેમાં પોલીસે દુલ્હન વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો છે. આરોપી દુલ્હન કારના બોનેટ પર બેસીને લગ્ન કરવા માટે પહોંચી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. વીડિયો પોલીસના ધ્યાને આવતા જ દુલ્હન વિરુદ્ધ કાયદાનો ગાળિયો કસાયો હતો.

અન્ય લોકો વિરુદ્ધ પણ થઈ કાર્યવાહી

પુણે પોલીસના અધિકારીએ કહ્યું કે, 23 વર્ષીય શુભાંગી સહિત કેટલાક અન્ય લોકો વિરૂદ્ધ પર પણ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો છે. તેમણે કહ્યું કે, લગ્ન કરવા પહોંચેલી શુભાંગી લગ્ન સમારોહ સુધી પહોંચવા માટે કારના બોનેટ પર બેસી હતી. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

બાઈક સવાર બનાવી રહ્યો હતો વીડિયો

અધિકારીએ કહ્યું કે, SUV સાસવડ જઈ રહી હતી. જ્યાં લગ્ન સમારોહનું આયોજન કરાયું હતું. વીડિયો સવારે એ સમયે બનાવ્યો હતો જ્યારે આ લોકો પુણે-સાસવડ રોડ પરથી દિવે ઘાટ જઈ રહ્યા હતા. પોલસે કહ્યું કે, મહિલા ચાલુ વાહને બોનેટ પર બેસી હતી જ્યારે મોટરસાઈકલ પર બેસેલો યુવક વીડિયો બનાવી રહ્યો હતો.

કોઈએ માસ્ક પણ નહતું પહેર્યું

દુલ્હન સાથે વીડિયો ગ્રાફર અને કારમાં સવાર અન્ય લોકો વિરુદ્ધ કોરોના ગાઈડલાઈનના ભંગનો ગુનો પણ નોંધાયો છે. વીડિયો બનાવતી વખતે ન તો દુલ્હને માસ્ક પહેર્યું હતું ન તો કારમાં સવાર અન્ય લોકોએ.

લગ્ન પ્રસંગમાં કંઈક નવું કરવાની ધૂનમાં અનેકવાર લોકો ભૂલ કરી બેસતા હોય છે. હાલ કોરોનાના કારણે લગ્ન પ્રસંગની રોકન ફિક્કી પડી છે. મર્યાદિત લોકો સાથે લગ્ન સમારોહનું આયોજન થઈ રહ્યું છે. સરકારે લગ્ન પ્રસંગમાં મર્યાદિત સંખ્યામાં અને કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે જ હાજર રહેવાની મંજૂરી આપી છે. જો કે, કેટલાક લોકો આ ગાઈડલાઈનનો ભંગ કરીને કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે. આવા લોકો વિરુદ્ધ તંત્ર કડક કાર્યવાહી કરીને દાખલો બેસાડી રહ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments