Team Chabuk-Gujarat Desk: 5 વર્ષ આપણી સરકારના, સૌના સાથથી સૌના વિકાસના અભિગમ હેઠળ હાલમાં નવ દિવસનો રાજ્યવ્યાપી જન સંવેદના યજ્ઞ ચાલી રહ્યો છે. તેના ભાગરૂપે આવતીકાલ બુધવાર તા.4 ઓગસ્ટના રોજ સમગ્ર રાજ્યમાં નારી ગૌરવ દિવસ સેવા યજ્ઞનું, મહિલા સશક્તિકરણને નવો વેગ આપવા આયોજન કરવામાં આવ્યું છે.
તેનો મુખ્ય કાર્યક્રમ વડોદરા શહેરના અકોટા સ્થિત સયાજી નગર ગૃહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી વિભાવરીબેન દવેના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવ્યો છે જેનો પ્રારંભ સવારના 10 વાગે થશે.
નારી ગૌરવ દિવસ સેવા યજ્ઞ હેઠળ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી, મહિલા અને બાળ વિકાસ મંત્રી, સાંસદો, ધારાસભ્યો અને મહાનુભાવોના હસ્તે જે.એલ.ઇ.એસ.જી.(સહ જવાબદારી, ઉપાર્જન અને બચત મહિલા મંડળો) અંતર્ગત રાજ્યના નવ રચિત 10 હજાર મહિલા જૂથોની એક લાખ બહેનોને, જૂથ દીઠ રૂ.1 લાખ લેખે કુલ 100 કરોડ રૂપિયાના વ્યાજ મુક્ત ધિરાણનું સ્વરોજગારી દ્વારા આત્મ નિર્ભરતાના હેતુઓ સર વિતરણ કરવામાં આવશે.
વડોદરા જિલ્લાના આ પ્રકારના 448 મહિલા જૂથોને રૂ.4.48 કરોડના ધિરાણનો આ કાર્યક્રમમાં લાભ અપાશે. વડોદરા શહેરી વિસ્તારમાં 550 મહિલા મંડળોને વ્યાજ મુક્ત ધિરાણનો લાભ મળશે. આ ઉપરાંત નવી બાંધવામાં આવેલી આંગણવાડીઓ સહિત વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત