Team Chabuk-National Desk: લગ્નમાં સામાન્ય રીતે ડિસ્કો-દાંડિયા, મસ્તી અને જમણવાર હોય છે. વર અને કન્યા ઉપરાંત તેમના માતા-પિતા અને સંબંધીઓ માટે પણ ખાસ દિવસ હોય છે. ખાસ કરીને આ દિવસે કન્યાને તૈયાર થવું સૌથી વધુ ગમે છે. પોતાના કપડાં અને મેકઅપ પર સૌથી વધુ ધ્યાન પણ આપે છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે અથવા તો જોયું છે કે, લગ્નના દિવસે કન્યાએ પાનેતર પહેરીને પુશઅપ્સ કર્યા હોય ?
હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 5 લાખ 5 હજારથી વધુ લોકો પસંદ કરી ચુક્યા છે. વીડિયોને જોઈને લોકો વિચારતા થઈ ગયા છે કે લગ્નના દિવસે કોણ પુશ-અપ કરે ? કોરોના બાદ લોકો પોતાના સ્વાસ્થ્ય વિશે વધારે જાગૃત થયા છે. યુવક-યુવતીઓ તેમજ વૃદ્ધો કસરત, યોગાસન અને પ્રાણાયમ તરફ વળ્યા છે.
ઈમ્યૂનિટી વધારવા માટે પહેલાં કરતાં વધુ લોકો જીમ જોઈન્ટ કરી રહ્યા છે. ગાર્ડનમાં પણ વોકિંગ અને રનિંગ કરનારા વ્યક્તિઓની સંખ્યા વધી છે. જો કે, કસરત પ્રત્યેનું આવું ગાંડપણ કોઈએ જોયું નથી.વીડિયોમાં એક યુવતી મોંઘુ પાનેતર પહેરીને પુશ-અપ્સ લગાવી રહી છે. ઉલ્લેખનીય છે કે, પાનેતરનો વજન સામાન્ય કપડાં કરતાં વધુ હોય છે. કેટલાક યુવક-યુવતીઓને સમાન્ય કપડાંમાં પણ પુશ-અપ કરી શકતા નથી. જ્યારે આ યુવતી સટાસટ પુશઅપ કરી રહી છે. આ વીડિયોને રાના અરોરા નામની યુઝરે પોસ્ટ કર્યો છે.
વાયરલ થયેલા આ વીડિયો દ્વારા લોકોને ફીટ રહેવાનો સંદેશો પણ અપાયો છે. આ ઈનસ્ટાગ્રામ યુઝરના અન્ય વીડિયો પણ છે. જેમાં તે દરેક વીડિયોમાં જીમમાં કસરત કરતી જોવ મળી રહી છે. જો કે, તેના અન્ય વીડિયો વાયરલ થયા નથી. પાનેતરવાળો આ વીડિયો જ વાયરલ થયો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 75 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત