Homeગામનાં ચોરેલદ્દાખમાં જવાનોને લઈ જઈ રહેલી બસ નદીમાં પડી, 7 જવાનો શહીદ

લદ્દાખમાં જવાનોને લઈ જઈ રહેલી બસ નદીમાં પડી, 7 જવાનો શહીદ

Team Chabuk-National Desk: લદ્દાખમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે.લદ્દાખમાં 26 જવાનોને લઈને જઈ રહેલી બસ નદીમાં પડતાં આ દુર્ઘટનામાં 7 જવાનો શહીદ થયા છે. જ્યારે કેટલાક જવાનો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. અકસ્માત બાદ તરત જ જવાનોને બચાવી લેવાયા હતા. તેમને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સાત સૈનિકો શહીદ થયા છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ દુર્ઘટના લગભગ સવારે 9 વાગ્યે થોઈસેથી લગભગ 25 કિલોમીટર દૂર વાહન સ્લીપ થઈ શ્યોક નદીમાં ખાબકી હતી. ઈજાગ્રસ્ત 26 સૈનિકોને ત્યાંથી કાઢીને આર્મી ફીલ્ડ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ગંભીર ઈજાને કારણે 7 સૈનિકો મોતને ભેટ્યા હતા. લેહથી પરતાપુર માટે સેનાની સર્જિકલ ટીમ રવાના થઈ ગઈ છે. ગંભીર રીતે ઘાયલોને વાયુ સેનાની મદદથી વેસ્ટર્ન કમાનની હોસ્પિટલ લઈ જવાયા રહ્યાં છે. સેનાની બસ કયા કારણોથી દુર્ઘટનાગ્રસ્ત થઈ છે તે અંગે અત્યારે ખાસ માહિતી મળી શકી નથી અને સેના તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પ્રાથમિક માહિતી મુજબ સૈનિકોની બસ ટ્રાન્ઝિટ કેમ્પથી સબ-સેક્ટર હનીફના એડવાન્સ સ્થળ તરફ જઈ રહી હતી.

આ ઘટના થોઈસથી આશરે 25 કિમી અંતરે સર્જાઈ છે, જ્યાં સેનાની બસ શ્યોક નદીમાં આશરે 50-60 ફૂટ ખીણમાં પડી ગઈ હતી.ભારતીય સેનાએ કહ્યું છે કે, ઈજાગ્રસ્ત જવાનોને શ્રેષ્ઠકક્ષાની સારવાર મળી રહે તે બાબતને સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા જવાનોને હાઈ સેન્ટર રેફર કરવા માટે વાયુ સેનાની મદદ લેવાઈ રહી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments