Team Chabuk-Sports Desk: દીપક ચાહર ઓસ્ટ્રેલિયામાં શરૂ થવા જઈ રહેલા T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ શાર્દુલ ઠાકુરને તક આપવામાં આવી છે. 30 વર્ષીય ચાહરને સ્ટેન્ડ બાયમાં સામેલ કરવામાં આવ્યો હતો. તે સાઉથ આફ્રિકા વિરુદ્ધ T20 સીરિઝની છેલ્લી મેચમાં ઈજાગ્રસ્ત થઈ ગયો હતો અને બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબિટેશન પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યો છે.
સ્પોર્ટ્સ તકે દાવો કર્યો છે કે, ચહર સમગ્ર T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ શાર્દુલ ઠાકુરને તક આપવામાં આવી છે.
સિલેક્ટર્સ ઈજાગ્રસ્ત બુમરાહની જગ્યાએ મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને પણ ઓસ્ટ્રેલિયાની ટિકિટ આપવાનું મન બનાવી રહ્યા છે. જોકે, આ સંબંધમાં BCCIનું કોઈ અધિકૃત નિવેદન સામે નથી આવ્યું. સાઉથ આફ્રિકા વિરુદ્ધ ઘરેલૂં વનડે સીરિઝમાં શાર્દુલે ત્રણ મેચમાં ત્રણ વિકેટ લીધી. માત્ર એક જ મેચમાં બેટિંગની તક મળી, જ્યાં 33 રનની ઈનિંગ રમી. આ પહેલા ન્યૂઝીલેન્ડ એ વિરુદ્ધ ઘરેલૂં શ્રૃંખલામાં પણ તેણે સારી ગેમ બતાવી હતી. શાર્દુલ ઠાકુર છેલ્લાં વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમનો હિસ્સો હતો. છેલ્લી તક મળવા પર સ્પિનર ઓલરાઉન્ડર અક્ષર પટેલની જગ્યાએ તેને ટીમમાં જગ્યા મળી હતી.
ભારત માટે 25 T20 ઈન્ટરનેશનલ મેચોમાં શાર્દુલ ઠાકુરના નામ પર 33 વિકેટ અને માત્ર 69 રન છે. બોલિંગ દ્વારા ભાગીદારી તોડવી અને બેટિંગથી લોઅર ઓર્ડરમાં આવીને ઝડપથી સ્કોરબોર્ડ ચલાવવામાં માહેર આ ઓલરાઉન્ડરના રેકોર્ડ્સ તેની કાબેલિયતનું માપદંડ ના હોઈ શકે. મોટા શૉટ મારવામાં માહેર શાર્દુલ 181.57ની સ્ટ્રાઈક રેટથી રન બનાવે છે.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત