Homeગુર્જર નગરીબનાસકાંઠામાં ટ્રક, ટ્રેલર અને ઈકો કાર વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત, પતરાં ચીરીને...

બનાસકાંઠામાં ટ્રક, ટ્રેલર અને ઈકો કાર વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત, પતરાં ચીરીને મૃતદેહ બહાર કઢાયો

Team Chabuk-Gujarat Desk: બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નેશનલ હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. અમીરગઢ નેશનલ હાઈવે પર ભડથ પાટીયા પાસે ટ્રક, ટ્રેલર અને ઈકો કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે ચાર લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રક અને ટ્રેલર વચ્ચે ઇકો કાર સેન્ડવિચ બની ગઈ હતી. ઈકો કારના પતરાં ચીરીને મૃતદેહને બહાર કઢાયો હતો.

રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે આજે વધુ એક અકસ્માત બનાસકાંઠા જિલ્લામાં સર્જાયો હતો. ભડથ પાટીયા નજીક થયેલા ત્રિપલ અકસ્માતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માત સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને કારના પતરા કાપીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

અકસ્માત સર્જાતા જ હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા. આજુબાજુના લોકો તેમજ વાહન ચાલકો ટ્રાફિક નિયંત્રણ કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ઘટનાની જાણ અમીરગઢ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરાવ્યું હતું. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે પતરા ચીરીને મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે ખસેડાયો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments