Team Chabuk-Gujarat Desk: ઉત્તર પ્રદેશના લખીમપુર હિંસા (lakhimpur violance) કેસમાં આરોપી આશિષ મિશ્રાની (ashish mishra) મુશ્કેલી વધી શકે છે. સીજેએમ કોર્ટે આશિષ મિશ્રા સહિત 14 આરોપીઓ ઉપર કલ 307 લગાવવાનો આદેશ આપ્યો છે. એટલે કે હત્યાના પ્રયાસની કલમ લગાવવા માટે કોર્ટે આદેશ કર્યો છે. હવે કેન્દ્રીય મંત્રીના પુત્ર આશિષ મિશ્રા સહિતના આરોપીઓ સામે હત્યાના પ્રયાસની કલમ લગાવીને તપાસ કરવામાં આવશે. લખીમપુરમાં થયેલી હિંસાને એસઆઈટીએ (SIT) જાણી જોઈને રચેલું ષડયંત્ર ગણાવ્યું છે. એસઆઈટીના તપાસ અધિકારીઓએ આરોપીઓ સામે કલમો વધારવા માટે કોર્ટમાં અરજી કરી હતી.
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા મોનુ સહિત 14 આરોપી સામે પહેલા કલમ 279, 338, 304-A અંતર્ગત કેસ દાખલ કરાયો હતો. તેવામાં તપાસ પછી SITએ ઘટનાને સમજી-વિચારી ષડયંત્ર ઘડ્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જેના પરિણામે તપાસ એજન્સીએ કલમ 307, 326, 302, 34, 120B, 147, 148, 149, 3/25/30 અંતર્ગત કાર્યવાહી કરવા કોર્ટમાં અરજી આપી છે.
મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશના લખીમપુરમાં 3 ઓકટોબરના દિવસે ખેડૂતોએ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાનો વિરોધ કરતાં કાળા ઝંડા બતાવ્યા હતા. આ દરમિયાન એક વાહને ખેડૂતોને કચડી નાંખ્યા હતા. જેમાં ચાર ખેડૂતોના મોત થયા હતા. ત્યારબાદ હિંસા ભડકી હતી. હિંસા દરમિયાન એક પત્રકાર સહિત 4 અન્ય લોકોના મોત થયા હતા. આ મામલે આશિષ મિશ્રા સહિત 14 લોકોની સામે હત્યા અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધવામાં આવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
