Team Chbuk-National Desk: કોવિડ-19 વેક્સિન સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર હોવાથી નારાજ લોકોએ કેરળ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જેમને હવે હાઈકોર્ટે જવાબ આપી દીધો છે. કેરળ હાઈકોર્ટે કહ્યું છે કે સર્ટિફિકેટ પર પીએમ નરેન્દ્ર મોદીની તસવીર છે તો તેમાં પરેશાની શું છે? કોર્ટે તસવીર હટાવવાની માગ કરતા યાચિકાકર્તાને પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની યાદ અપાવી હતી. કોર્ટે કહ્યું કે જ્યારે નહેરુના નામ પર યુનિવર્સિટીનું નામ રાખવામાં આવી શકે છે તો કોઈ સર્ટિફિકેટ પર પીએમ મોદીની તસવીરથી પરેશાની શા માટે છે.
બાર એન્ડ બેંચની રિપોર્ટ પ્રમાણે આ ઘટના સંલગ્ન એક રસપ્રદ વાત એ છે કે યાચિકાકર્તા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીનો કર્મચારી છે. એવામાં સુનાવણી કરી રહેલા ન્યાયમૂર્તિ પીવી કુન્હીકૃષ્ણને પ્રશ્નાત્મક રીતે કહ્યું કે સર્ટિકિફેટ પર પીએમ નરેન્દ્ર મોદીની તસવીરને સામેલ કરવી, એ પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના નામ પર એક વિશ્વવિદ્યાલયના નામકરણથી કેવી રીતે અલગ છે? તેમણે કહ્યું કે : ‘વેક્સિન પ્રમાણપત્રો પર પ્રધાનમંત્રીની તસવીર હોવાથી શું પરેશાની? તે લોકોના જનાદેશના કારણે પ્રધાનમંત્રી બન્યા છે. અમારી રાજનીતિક રાય અલગ છે, પણ એ હજુ પણ આપણા પ્રધાનમંત્રી છે.’
સુનાવણી દરમ્યાન યાચિકાકર્તાના વકીલ અજીત જોયે એ દલીલ આપી હતી કે અન્ય દેશોમાં જાહેર થઈ રહેલા કોવિડ વેક્સિન પ્રમાણપત્રોમાં ત્યાંના નેતાઓની તસવીર નથી. જેના પર ન્યાયાધીશ કુન્હીકૃષ્ણને કહ્યું કે તેઓ એમના પ્રધાનમંત્રી પર ગર્વ નથી કરી રહ્યા. પણ અમને અમારા પ્રધાનમંત્રી પર ગર્વ છે. પ્રધાનમંત્રી લોકોના જનાદેશના કારણે જ પ્રધાનમંત્રી બન્યા છે.
વકીલ અજીત જોયે એ પણ કહ્યું કે સર્ટિફિકેટ પર પીએમ મોદીની તસવીર રાખવી એ તેમના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે. ખાસ તો ત્યારે જ્યારે તેમણે તેમની વેક્સિન માટે પોતે પૈસા આપ્યા હોય. પ્રમાણપત્ર એ વ્યક્તિનું અંગત હોય છે. જેમાં વ્યક્તિગત જાણકારી હોય છે. એ કોઈ સાર્વજનિક પ્રચારની વસ્તુ નથી. વેક્સિનના પ્રમાણપત્ર પર આ પ્રકારની તસવીરો લગાવવાથી મતદારો પ્રભાવિત થઈ શકે છે.
આ તમામ દલીલો છતાં વકીલ અને અરજીકર્તાને કેરળ હાઈકોર્ટ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે તમને તમારા પ્રધાનમંત્રી પર શરમ કેમ આવે છે? 100 કરોડ લોકોને તેનાથી કોઈ સમસ્યા નથી. તો તમને શા માટે છે? હું એ સમજવાની કોશિશ કરું છું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત