Homeગુર્જર નગરીરાજકોટ-અમદાવાદ હાઈવે પર ત્રિપલ અકસ્માત, 4ના મોત, મૃતદેહ બહાર કાઢવા પતરા કાપવા...

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ત્રિપલ અકસ્માત, 4ના મોત, મૃતદેહ બહાર કાઢવા પતરા કાપવા પડ્યા

Team Chabuk-Gujarat Desk: રાજકોટ-અમદાવાદ હાઈવે પર માલિયાસણ ગામ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો જેમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેઓ સારવાર હેઠળ છે.

મળતી માહિતી મુજબ માલિયાસણ ગામ પાસે એક ટ્રક એક ડંપર અને બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 45 વર્ષીય હિરેન સગપરિયા, 20 વર્ષીય પાર્થ સોલંકી, 46 વર્ષીય હેમેન્દ્રસિંહ જાડેજા અને 40 વર્ષીય રાજુ પરમાર નામના વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયા હતા.

બીજી તરફ બનાવની જાણ થતા જ કુવાડવા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ, અકસ્માતમાં કારમાં ફસાઈ ગયેલા ડ્રાઇવરને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે કારના પતરા તોડીને બહાર કાઢ્યા હતા. મૃતકોમાં રાજકોટ શહેરના બે તેમજ સુરેન્દ્રનગરના બે વ્યક્તિઓ સામેલ છે. રાજકોટના બે મૃતક ચોટીલાથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, જ્યારે સુરેન્દ્રનગર અને જોરાવર નગરના બે મૃતક રાજકોટ ખાતે નોકરી માટે આવી રહ્યા હતા. સુરેન્દ્રનગરના હેમેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થતાં બે પુત્રી અને પુત્રે પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. હેમન્દ્રસિંહ જાડેજા ગોંડલ રોડ ચોકડી ખાતે આવેલ ગાડીના શોરૂમમાં નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર ઘટના બન્યા બાદ ટ્રક ચાલક અને ડમ્પર ચાલક સ્થળ પર પોતાના વાહનો મૂકી ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

Tripal Accident

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments